દુર્ઘટના:બોલેરોએ બાઇકને અડફેટે લેતાં 1નું મોત, બીજો ગંભીર

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલકવાથી બાજીપુરા જતી વેળા અકસ્માત

વાલોડ તાલુકામાંથી પસાર થતા વાપી શામળાજી માર્ગ પર ગતરોજ સાંજના સમયે મોટરસાયકલ ચાલક મનોજભાઈ તથા નવીનભાઈ તથા જીતુભાઈનાઓ બાઇક (GJ 19 C 0299) પર કલકવાથી બાજીપુરા તરફ જતા હતા. ત્યારે વાલોડ બાજીપુરા રોડ ઉપર બુટવાડા ખાતે સામેથી બોલેરો પીકઅપ ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર ( GJ 6 BT 2980) ના ચાલકે પોતાનો ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્પ્લેન્ડર મોટર સાઈકલને સામેથી ટક્કર મારી અકસ્માત કરી મોટરસાયકલ ચાલકને તથા તેના સાથીઓને હવામાં ફંગોળી દીધા હતા.

જેમાં મોટરસાયકલ ચાલક મનોજભાઇને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તથા અન્ય મોટર સાઈકલ સવાર નવીનભાઈ તથા જીતુભાઈને શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી ટેમ્પોચાલક પોતાનો ટેમ્પો સ્થળ પર છોડી નાસી ગયો હતો. જે અંગે મરણ જનાર મનોજભાઈના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...