અકસ્માત:વાલોડમાં 2 ટ્રક ભટકાતાં 1 ડ્રાઇવરનું મોત

માયપૂરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિયલ કેર સાયન્સ લિમિટેડમાંથી નીકળેલી ટ્રકને માત્ર 200 મીટર દુર અકસ્માત નડ્યો

વાલોડમાં 2 ટ્રક ભટકાતા ગંભીર રીતે ઘવાયેલા 1 ટ્રક ચાલકનું મરણ થયું હતું.વાલોડ તાલુકા મથકે આવેલ ટાંકલી રોડ ઉપર રીયલ કેર સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઇન્ડિયન રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટ ઓએનજીસી હજીરા ખાતેથી ગ્લુકોઝના બોટલ ભરવા માટે ડ્રાઇવર મન્સૂરઅલી સૌકતઅલી (56) નાઓ (રહે માં ભૈરવી વિદ્યા પ્રકાશ ઇન્ટર કોલેજ પાસે, તિવારીપુર, તાલુકો રાણીગંજ પટ્ટી, જીલ્લો :પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના)ઓ પોતાના કબજાની ટાટા ટ્રક નંબર (GJ. 18T 9613) લઈને ઓર્ડર અનુસાર ગ્લુકોઝની બોટલ ભરવા માટે વાલોડ ખાતે આવેલ રિયલ કેર કંપનીમાં આવ્યા હતા.

રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં તેઓ વાલોડ ખાતેથી કંપની પરથી ગ્લુકોઝ બોટલો લઈ સુરત ખાતે જવા નીકળ્યા હતા. તે દરમિયાન વાલોડ ગામમાંથી પસાર થતો વાલોડ બાજીપુરા રોડ પર એચ.પી.પેટ્રોલ પંપ પાસે આવેલા જેમાં એક ટ્રક જેનો નંબર (GJ. 15AT. 2549) ના ચાલકે બાજુપરા તરફથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મરણ પામનાર ડ્રાઇવરની ટ્રક કે જેનો રજીસ્ટ્રેશન નંબર (GJ. 18 T 9613) માં ધડાકાભેર અકસ્માત કર્યો હતો, આ અકસ્માતમાં મનસુર અલી સોકત અલી રસ્તા પર ફંગોળાઈ જઈ ટ્રકની નીચે આવી જતા ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મરણ થયું હતું. આ ઘટનાની જાણ થતા એમના પરિવારજન મોહમ્મદ વસીમ શેખ દ્વારા વાલોડ પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. વાલોડ પોલીસ સ્થળ પર તાત્કાલિક પહોંચી ટ્રાફિક જામ થયું હતું તે ખોલાવી ઘટના બાબતે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...