રજૂઆત:હોલીપાડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિયમિત હોવાની ફરિયાદ

ઉચ્છલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોલીપાડા પ્રા.શાળાના એસ એમ સી ના સભ્યો એ તાલુકા મામલતદારને મળી રજૂઆત કરી

ઉચ્છલ તાલુકાના હોલીપાડા ગામ ની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં મુખ્ય શિક્ષક શાળામાં સતત અનિયમિત ફરજ બજાવે છે અને ઘણી વખત ગેરહાજર પણ રહેતાં હોય પ્રા.શાળાના એસએમસી ના સભ્યો અને ગ્રામજનો એ તાલુકા મામલતદાર ને મળી ફરિયાદ કરી હતી.

આ વિષયે હોલીપાડા ગામના ગ્રામજનો અને એસ એમ સી ના સભ્યો એ ઉચ્છલ તાલુકા મામલતદાર ને રૂબરૂ મળી રજુઆત કરી હતી.આ રજુઆત માં જણાવ્યાં મૂજબ ગામ ની શાળામાં મુખ્ય શિક્ષક તરીકે હસમુખ ભાઈ યુ ચૌધરી ફરજ બજાવે છે.જો કે તેઓ મોટે ભાગે પોતાની ફરજ પર અનિયમિત સમયે આવે છે અને ઘણી વખત પ્રા.શાળામાં ગેરહાજર પણ રહેતાં હોય છે.

એમની અનિયમિતતા અને ગેર હાજરી ને કારણે શાળામાં અભ્યાસ કરતાં બાળકો ના શિક્ષણ પર સીધી અસર થઈ રહી છે.શાળા ના બાળકોનો અભ્યાસ બગડતો હોય એમનું પાયા નું શિક્ષણ કાચું રહી જવાની સંભાવના છે જેથી બાળકો ના ભવિષ્ય પર પણ અસર પડશે.આ બાબતે ગ્રામજનો એ તાલુકા મામલતદાર સામે માંગ મૂકી હતી કે આ મુખ્ય શિક્ષકની પ્રાથમિક શાળા માંથી તાત્કાલિક અસર થી બદલી કરવામાં આવે અને પ્રા. શાળા માં એમની જગ્યા એ યોગ્ય શિક્ષકની કાયમી નિમણુંક કરવામાં આવે.આ પહેલાં પણ ભૂતકાળમાં મુખ્ય શિક્ષક સામે ફરિયાદ થઈ હતી પણ જે તે વખતે તેઓ એ ગ્રામજનો સાથે સમાધાન કરી પ્રાથમિક શાળા માં નિયમિત હાજર રહેવાની ખાતરી આપે છે.

પણ થોડા જ સમય બાદ સ્થિતિ જૈસે થે જેવી જ બની જાય છે.હોલીપાડા ગામ ની આ પ્રા. શાળા ના મુખ્ય શિક્ષક બાબતે તાલુકા કે તાપી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આગામી પંદર દિવસ માં જો કોઈ નિર્ણય નહિ લેવામાં આવે તો હોલીપાડા ગામ ના ગ્રામજનો, વાલીઓ અને આગેવાનો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કરનાર છે અને એ સાથે શાળા ની તાળાં બંધી પણ કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.શિક્ષણ વિભાગ આ સંદર્ભે યોગ્ય પગલાં ભરે તેવી માંગ પણ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...