પુલ પાણીના પ્રવાહમાં ધોવાયો:મેઢા નજીક પુલ ધોવાતાં ઓટા મલંગદેવનો સીધો સંપર્ક કપાયો

સોનગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોનગઢના ઓટા સ્ટેટ હાઇવે પર મેઢા ગામ નજીક પુલ તૂટી ગયો હતો. - Divya Bhaskar
સોનગઢના ઓટા સ્ટેટ હાઇવે પર મેઢા ગામ નજીક પુલ તૂટી ગયો હતો.

સોનગઢ તાલુકાના ઓટા સ્ટેટ હાઇવે પર મેઢા ગામ નજીક આવેલ નદી પરનો પુલ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતાં સંપૂર્ણપણે તૂટી ગયો હતો. આ કારણે ઓટા મલંગદેવ પંથકના અંદાજિત 30 કરતાં વધુ ગામનો તાલુકા મથક સાથેનો સીધો સંપર્ક કપાયો છે.

ઓટા વિસ્તારમાંથી પસાર થતી નદી અને કોતરોમાં ભરપૂર પાણી વહેતાં જોવા મળ્યા હતાં. ઓટા રોડ પર મેઢા ગામની દૂધ ડેરી પાસે આવેલ એક નાનો પુલ પાણી ના પ્રવાહ ની સામે ઝીંક ઝીલી શક્યો ન હતો અને તે ધોવાઈ ગયો હતો. આ અંગે માર્ગ મકાન વિભાગને જાણ કરતાં પુલનો ભયજનક ભાગ પણ દૂર કર્યો હતો અને ચાલુ વરસાદમાં જ પુલનું કામ જેસીબીથી શરૂ કરી દીધું હતું.

હાલ સ્થળ પર કામચલાઉ રીતે પુલ બનાવી ઓટા સ્ટેટ હાઇવે ફરી શરૂ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.પુલ તૂટી જતાં ઓટા પંથકના લોકોએ અંદાજિત 50 કિમી કાપી વાયા નવાપુર થઈ સોનગઢ તરફ આવવાની ફરજ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...