મુશ્કેલી:આમલગુંડી ગામમાં રાષ્ટ્રિય પેય જળ કાર્યક્રમ હેઠળ બનાવેલી પાણીની ટાંકી બંધ

સોનગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આમલગુંડી ગામે બંધ પાણીની ટાંકી. - Divya Bhaskar
આમલગુંડી ગામે બંધ પાણીની ટાંકી.
  • હાલમાં ઉનાળો ચાલતો હોય હેન્ડપમ્પ અને બોરમાં પાણી ઊંડા ઉતરી ગયા છે

સોનગઢ તાલુકાના આમલગુંડી ગામે પેય જળ કાર્યક્રમ હેઠળ પાણીની ટાંકી હાલમાં બંધ હોય લોકોને પીવાનું પાણી મેળવવા મુશ્કેલી પડી રહી છે.

આમલગુંડીના જુદાજુદા ફળિયામાં પાઈપ દ્વારા પીવાના પાણી ઘરઆંગણે પહોંચાડવા યોજના શરૂ કરવામાં આવી હતી. આ સંદર્ભે ગામમાં જ આવેલા પંચાયત ઘર નજીક 1 લાખ લીટરની ક્ષમતા સાથેની પાણીની ટાંકી ઉભી કરી હતી. ટાંકી 2013/14માં રાષ્ટ્રિય ગ્રામીણ પેય જળ કાર્યક્રમ હેઠળ બનાવવામાં આવી હતી. ગામમાં પાઈપલાઈન નાખી સ્ટેન્ડ પોસ્ટ બેસાડ્યા હતા. જો કે ટાંકી શરૂ કરાયાના થોડા સમય બાદ જ યોજના બંધ પડી હતી.

હાલમાં ઉનાળો હોય પીવાના પાણી બાબતે ભારે ખેંચ પડી રહી છે. બોર અને કૂવા તથા હેન્ડપમ્પના પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા હોય હવે એમાંથી પાણી મળતું બંધ થયું છે. સાથોસાથ ગામની કેટલીય મીની પાણી પુરવઠા યોજના બંધ પડી છે ત્યારે ભર ઉનાળે પીવાના પાણી માટે મુશ્કેલી છે. ગૃહિણી સવાર પડતા જ માથે બેડું મૂકી પાણીની શોધમાં આમતેમ ભટકતી હોવાના દ્દશ્ય જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...