વિરોધનો સૂર:ઝરીઆંબામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકની નિમણુંક સામે વિરોધનો સૂર

સોનગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત થનારના સ્થાન પર તેમના પુત્રને જ મુકી દેવાયાની રાવ

સોનગઢ તાલુકાના ઝરીઆંબા ગામે જિલ્લા પંચાયત તાપી સંચાલિત પ્રાથમિક શાળા માં તાજેતરમાં સંચાલક નિવૃત થયા બાદ તેમની જગ્યે તેમના પુત્ર ને જ નવા સંચાલક તરીકે નિમણૂક આપવામાં આવતાં ગ્રામજનો એ આ બાબતે વિરોધ કરી તાપી કલેકટર ને રજુઆત કરી હતી. સોનગઢ તાલુકાના બોરદા પંથકમાં આવેલા ઝરીઆંબા ગામે પ્રાથમિક શાળા આવેલ છે.

આ શાળા માં મધ્યાહ્ન ભોજન યોજના ના સંચાલક તરીકે શાંતિલાલ શિવા ભાઈ વસાવા ફરજ બજાવતાં હતાં.તેઓ તાજેતરમાં વય મર્યાદા ને કારણે નિવૃત થયા હતાં.શાળા માં ખાલી પડેલી મધ્યાહ્ન ભોજન યોજના ના સંચાલક ની ભરતી કરવા માટે સરકારી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.આ જગ્યા માટે શિક્ષિત બેરોજગાર એવાં કુલ 12 જેટલાં લોકો એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

જો કે આ કાર્યવાહી બાદ તંત્ર દ્વારા નિવૃત થયેલા સંચાલક શાંતિલાલ વસાવા ના પુત્ર સાઈનાથ શાંતિલાલ વસાવાને શાળામાં નવા સંચાલક તરીકે નિમણુંક આપી દેવામાં આવી હતી. આ અંગે જેમણે ઉમેદવારી નોંધાવી હતી એવાં રંજન બહેન વસાવા અને અન્ય ગ્રામજનો એ તાપી કલેકટર ને એક લેખિત રજુઆત કરી સાઈનાથ વસાવા ની નિમણુંક ને પડકારી હતી.તેમણે પોતાની લેખિત રજુઆત માં કરેલ આક્ષેપ મુજબ સાઈનાથ વસાવા હાલ ગ્રુપ ગ્રામ પંચાયત ના ચૂંટાયેલા સભ્ય છે અને ગામમાં અનાજ કરિયાણાની દુકાન પણ ચલાવે છે.નિયમ પ્રમાણે ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્ય અન્ય સ્થળે નોકરી કરી ન શકે.

અન્ય સમાચારો પણ છે...