દેવલપાડા ગામની ઘટના:લગ્નના ધમધમાટ વચ્ચે બે મહેમાનોની બાઈક ઉંચકાઈ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્છલ તાલુકાના થુટી દેવલપાડા ગામની ઘટના

ઉચ્છલ તાલુકાના થુટી દેવલપાડા ગામે લગ્નમાં આવેલા 2 મહેમાનોની બાઇક ચોરાઇ હતી. થુટી દેવલપાડા ગામે ગત 31 મેના રોજ લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં હાજરી આપવા સોનગઢ તાલુકાના કુમકુવા ગામે રહેતાં રામસિંગ ભાઈ બાબુ ભાઈ ગામીત પુત્ર સંદીપ સાથે બાઈક નંબર (GJ-26-AA-1189) લઈ આવ્યા હતાં.

રાત્રી ના આઠ વાગ્યા ના અરસામાં તેમણે પલ્સર ને લોક કરી સતીષ ગામીત ના ઘર પાસે રોડ ની સાઈડ પર મૂકી હતી.રાત્રે લગભગ 11 કલાકે લગ્ન વિધિ પૂર્ણ થતાં બંને બાપ દીકરા કુમકુવા જવા માટે નીકળવાની તૈયારી કરી હતી અને તેઓ જે સ્થળે બાઈક પાર્ક કરી હતી ત્યાં આવતાં બાઈક મળી આવી ન હતી.

આ ઉપરાંત નવાપુર ના કરંજીખુર્દ ગામ થી આવેલાં સંજય ચાહુ ભાઈ ગામીતની બાઇક (GJ-05-LS-2791)ની પણ ઉઠાંતરી થઇ હતી.આ બંને બાઈક ની તપાસ કરવા છતાં મળી ન આવતાં ઉચ્છલ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...