ચોરી:હરિપુરાના ખેતરમાંથી પાણીની મોટર અને પાઇપની ચોરી

સોનગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે ઉચ્છલ પોલીસ મથકે ચોરી સંદર્ભે ફરિયાદ નોંધાવી

ઉચ્છલ તાલુકાના હરિપુરા ગામ ની સીમમાં આવેલ એક ખેતર માંથી બોર પર ગોઠવેલી પાણી ખેંચવા ની મોટર અને તેની સાથે જોડેલી પાઇપ તથા કેબલ કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી નાસી ગયો હોવાનો બનાવ નોંધાયો હતો.

આ અંગે મળેલી વિગત મુજબ ઉચ્છલ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરી ને શિયાળા ની ઋતુ માં રાત્રી ના સમયે ખેતર માંથી ચીજ વસ્તુ ચોરી કરી જવાના બનાવ નોંધાઇ છે.હાલ માં પણ આવો જ એક ચોરી નો બનાવ ઉચ્છલ ના હરિપુરા ગામે બન્યો છે.હરિપુરા ગામ માં રહેતાં ગોડસિંગ ભાઈ રમેશ ભાઇ ગામીત ખેતી કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે અને ગામ ની સીમ નજીક તેમનું ખેતર આવેલ છે. ખેતી પાક માં પાણી વાળવાં માટે તેમણે ખેતરમાં બોર પણ કરાવેલ છે અને તે બોર પર પાણી ખેંચવા માટે ઇલેક્ટ્રિક મોટર બેસાડી હતી.

આ મોટર સાથે કેબલ ખેંચી વાયરિંગ કર્યું હતું અને ખેતરમાં પાણી પહોંચાડવા માટે પાઇપ લાઈન પણ કરવામાં આવી હતી.ગોડસિંગભાઈ ગામીત બે દિવસ પહેલાં પોતાના ખેતરે ગયા હતાં અને ખેતી વિષયક કામ પૂર્ણ કર્યું હતું અને એ પછી રાત્રી ના સમયે તેઓ ચાલી ગયા હતાં. ત્યારે પાછળ થી કોઈ હરામખોર ચોર ઇસમ કે ઇસમો એ બિલ્લી પગે ખેતર માં પ્રવેશ કરી બોર પર લગાવેલી મોટર નું વાયરિંગ તોડી નાખ્યું હતું અને ગણતરીના સમય માં બોર ની ઇલેક્ટ્રિક મોટર ના નટ બોલ્ટ ખોલી નાખ્યા હતાં.

એ પછી મોટર સાથે ની પાઇપ લાઈન ના પાઇપ પણ છુટા કરી દીધા હતાં બાદ માં બધી વસ્તુઓ ભેગી કરી તેની ચોરી કરી નાસી ગયા હતાં. આ બનાવ અંગે ગોડસિંગ ભાઈ ને વહેલી સવારે જાણ થતાં તેઓ મોટર ની આસપાસ ના વિસ્તારમાં તપાસ કરી હતી પણ તેનો કોઈ પત્તો ન લાગતા આખરે ઉચ્છલ પોલીસ મથકે કોઈ અજાણ્યા ચોર ઇસમો સામે અંદાજિત 50,000 ની કિંમત ની ચોરી કરી જવા સંદર્ભે કાર્યવાહી કરવા લેખિતમાં જાણ કરી હતી. આ ચોરી ના બનાવ અંગે ઉચ્છલ પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...