પોલીસ તપાસ શરૂ:દૌહિત્રીને મળવા આવેલી મહિલાને જમાઈ અને તેના ભાઈએ મારમાર્યો

સોનગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છુટાછેડા બાદ બે દીકરી પિતા પાસે રહે છે

ઉચ્છલ તાલુકાના ધુપી ગામે જમાઈ પાસે રહેતી બે દૌહિત્રી ને મળવા આવેલા એક મહિલાને તેના જમાઈ અને ભાઈ એ ઝઘડો કરી માર મારતા મહિલા ને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. નવા વડગામના વતની જેરમી બહેન અમર સિંગ વસાવા હાલ પોતાની સાસરી નવાપુર તાલુકામાં રહે છે.તેમની દીકરી વર્ષા ના લગ્ન ધુપી ગામે રહેતાં અવિનાશ અનિલભાઇ વસાવા સાથે થયા હતાં.જો કે તેમની વચ્ચે મનમેળ ન બેસતાં ગત દોઢ વર્ષ પહેલાં તેમના છૂટાછેડા થયા હતાં અને તેની શરત પ્રમાણે દંપતી ની ચાર દીકરી પૈકી બે દીકરી પિતા પાસે અને બે દીકરી માતા સાથે રહે છે.

ગત રોજે જેરમી બહેન પોતાના પિયર આવ્યા હતા અને નજીકમાં જ દોહીત્રીઓ રહેતી હોવાથી તેઓ પોતાની અન્ય બહેનો ને સાથે રાખી પગપાળા ધુપી ગામે જવા નીકળ્યા હતા.તેઓ ગામ ના બસ સ્ટેન્ડ પાસે થી પસાર થતાં હતાં ત્યારે જમાઈ અવિનાશ અનિલ વસાવા અને તેનો ભાઈ લાજરશ અનિલ વસાવા ત્યાં આવ્યાં હતાં અને જેરમી બહેન ને પૂછ્યું કે તમે કેમ અહીં આવ્યાં છો. આથી જેરમી બહેને કહ્યું કે અમે દોહીત્રીઓ ને મળવા આવ્યા છે.આ સાંભળતા જ અવિનાશ ઉશ્કેરાઇ ગાળો આપવા માંડ્યો હતો.

બાદમાં બંને ભાઈઓએ મળી મહિલાને હાથ,પગ અને પેટના ભાગે માર મારી પાડી દીધા હતા. તેઓ જમીન પર પડતાં માથામાં ઇજા થઇ હતી અને બાદમાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.ઇજાગ્રસ્ત મહિલા ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ સારવાર ચાલુ છે.આ બનાવ સંદર્ભે ઉચ્છલ પોલીસ મથકે જેરમી બહેને પોતાના જમાઈ અવિનાશ અનિલ વસાવા અને લાજરસ અનિલ વસાવા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...