સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો:ટર્નિંગમાં અચાનક ગાય આવી જતાં ટ્રક પલટી, ચાલક ગંભીર

સોનગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાય આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

સોનગઢ તાલુકાના ઓટા રોડ પર આવેલા ચિમેર ગામની સીમમાં કપચી ભરેલી એક ટ્રક પલટી ખાઈ જતાં ટ્રક ચાલક ને ગંભીર ઇજા થઇ હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ અકસ્માત અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર મૂળ વડોદરા ના અને હાલ વ્યારા ખાતે રહેતાં જંયતિ ભાઈ વાલજી ભાઈ કટારીયા કોન્ટ્રાકટર નું કામ કરે છે અને હાલમાં તેઓ નું કામ ડાંગ જિલ્લાના ગિરમાળ તરફ ચાલી રહ્યું છે. તેમણે પોતાના કામ ની સાઈડ પર કપચી રેતી જેવી ચીજવસ્તુઓ પહોંચાડવા ડમ્પર ટ્રક વસાવ્યા છે અને આ પૈકી ના એક ડમ્પર ટ્રક નંબર GJ-16-AU-0894 પર સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામના વતની રાહુલ અર્જુનભાઇ ગામીત ને ડ્રાઈવર તરીકે નોકરી એ રાખ્યો છે.

ગત પહેલી તારીખે રાહુલ અર્જુનભાઇ ગામીત પોતાની ટ્રકમાં સોનગઢથી કપચી ભરી ડાંગના ગિરમાળ તરફ જવા નીકળ્યા હતાં.તેઓ ઓટા રોડ પર આવેલા ચિમેર ગામની સીમમાં થઈ પસાર થતાં હતાં ત્યારે રસ્તા પર ના એક વળાંક માં અચાનક ગાય આવી જતાં રાહુલે તેને બચાવવા માટે જોરદાર બ્રેક મારી હતી જેથી સ્ટિયરિંગ પર થી કાબુ ગુમાવી દીધો હતો અને ટ્રક રોડ સાઈડ પર પલટી મારી ગઈ હતી.

આ બનાવમાં ટ્રકની કેબિનમાં રહેલ લોખંડનો ભારે ભરખમ જેક રાહુલ ભાઈના પેટ પર પડ્યો હતો જેથી તેમને પેટમાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી અને સારવાર માટે પ્રથમ સોનગઢ અને બાદમાં વધુ સારવાર માટે વ્યારા ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બનાવમાં ટ્રકને પણ મોટું નુકસાન થયું હતું જેથી જંયતિભાઈએ ચાલક રાહુલ ગામીત સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...