ઉપરવાસમાંથી આવક શરૂ:24 કલાકમાં ઉકાઇ ડેમની સપાટી 1 ફૂટ જેટલી વધી

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે 55346 ક્યુસેક પાણી ઠલવાયું
  • હાલના સમયે ડેમની સપાટી 316.75 ફૂટ પર પહોંચી

તાપી નદી પર ના ઉકાઈ ડેમમાં શનિવાર ના દિવસે આ સીઝનમાં પ્રથમ વખત 55346 ક્યુસેક જેટલો ઊંચો પાણી નો આવરો નોંધાયો હતો.સાંજે છ કલાકે ડેમમાં પાણી નો ઇનફ્લો 22778 ક્યુસેક અને ડેમ ની સપાટી 316.75 ફૂટ પર પહોંચી હતી.આમ છેલ્લા ચોવીસ કલાક માં ડેમની સપાટી માં એક ફૂટ નો વધારો નોંધાયો છે. તાપીના ઉકાઈ ડેમમાં ગત થોડા દિવસથી માત્ર 11,000 ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી હતી અને જેથી ડેમ ની સપાટી પણ ધીમી ધારે વધારો થયો હતો.

જો કે શનિવારે સવારે 8 કલાકે ઉકાઈ ડેમ માં પાણીની આવક 55346 ક્યુસેક જેટલી થઈ હતી જ્યારે ડેમ ની સપાટી 316.38 ફૂટ પર પહોંચી હતી.ઉકાઈ ડેમ માં શનિવારે વહેલી સવાર ના પાંચ વાગ્યા થી લઈ અગિયાર વાગ્યા સુધી એક ધારું 55,000 ક્યુસેક પાણી ઠલવાયું હતું.જો કે બપોરે 12 કલાક બાદ પાણી નો ઇનફ્લો માં ઘટાડો થવા ની શરૂઆત થઈ હતી અને બપોરે 12 થી 2 કલાક ના સમય દરમિયાન ડેમમાં 44457 ક્યુસેક પાણી આવ્યું હતું.પાણી ની આવક ની સાથે જ ડેમ ની સપાટી માં પણ ધીમી ધારે વધારો થઈ રહ્યો હતો.શનિવારે સાંજે 5 કલાકે ડેમ ના ઇનફ્લો માં ફરી ઘટાડો નોંધાયો હતો અને એ 22778 ક્યુસેક પર થઈ ગયો હતો.

દિવસ ના અંતે સાંજે છ કલાકે ડેમ ની સપાટી 316.75 ફૂટ જ્યારે પાણીની આવક 22778 ક્યુસેક નોંધાઇ હતી જ્યારે કેનાલ વાટે 1000 ક્યુસેક પાણી છોડવા માં આવતું હતું.શુક્રવારે સાંજે ડેમની સપાટી 315.75 ફૂટ હતી જેના પ્રમાણમાં શનિવારે સાંજે સપાટી 316.75 ફૂટ થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની સપાટી માં 01 ફૂટ નો વધારો થયો હતો જ્યારે ડેમ ની પૂર્ણ સપાટી 345 ફૂટ ગણાય છે.ડેમ માં હાલ તેની પાણી ની કુલ સંગ્રહ શક્તિ 7414 mcm ના પ્રમાણમાં 3345 mcm પાણી સંગ્રહ થયો છે જે ટકાવારી ની દ્રષ્ટિ એ 45.12 % ગણાય છે.શનિવારે દિવસ દરમિયાન ઉકાઈ ડેમ વિસ્તારમાં 39 મિમી એટલે કે અંદાજિત પોણા બે ઇંચ જેટલો વરસાદ થયો હતો જેથી સિઝન નો કુલ વરસાદ નો આંકડો 235 મિમી થયો હતો.

જૂનમાં રોજ 7 હજાર ક્યૂસેક પાણી છોડાતું હતું
આ વર્ષે એટલે કે 2022 ઉકાઈ ડેમ ની પહેલી જૂન ના દિવસે સપાટી 319.19 ફૂટ હતી અને ડેમમાં 3614 mcm પાણી નો સંગ્રહ થયો હતો.જો કે એ પછી ખેડૂતો ને સિંચાઇ માટે દરરોજ લગભગ 7000 ક્યુસેક પાણી છોડવા માં આવતાં ડેમની સપાટી ઘટતી ગઈ હતી.શનિવારે ડેમ ની સપાટી 316.75 ફૂટ પર પહોંચી છે જે આ વર્ષ ની શરૂઆત થી હજી લગભગ અઢી ફૂટ જેટલી ઓછી છે.ડેમ માં હાલ 3345 mcm પાણી નો સંગ્રહ થયેલો છે જે પહેલી જૂને 3614 mcm હતું.આમ બીજી રીતે જોઈએ તો હજી જૂન માસ માં વપરાશ માં લેવાયેલું પાણી જેટલું પાણી પણ ડેમમાં આવ્યું નથી.

345 ફૂટ પર ડેમ પૂર્ણ સપાટીએ પહોંચે છે
ઉકાઈ ડેમ ની સપાટી હાલ 316.75 ફૂટ પર પહોંચી છે જ્યારે ડેમ ની પૂર્ણ સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે.રુલ લેવલ પ્રમાણે પહેલી ઓગસ્ટ સુધી ડેમમાં 333 ફૂટ સુધી પાણી ભરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...