ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:નિઝર બેઠક પર મતદારોનું અકળ મૌન ઉમેદવારો પર ભારી

સોનગઢ2 મહિનો પહેલાલેખક: દીપક શર્મા
  • કૉપી લિંક
  • મતદારોનો મિજાજ જોઇ હાલ કોઇ પણ પાર્ટી ખુલ્લા મને પોતાની જીતનો દાવો કરી શકતી નથી

ગુજરાત રાજ્ય ના છેક છેવાડે આવેલ નિઝર ઉચ્છલ પંથક માં વિધાનસભા ની ચૂંટણી ને લઈ ને રાજકીય માહોલ સાથે ચૂંટણી પ્રચાર નો રંગ પણ જામ્યો છે.નેતાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો ને રિઝવવા માટે જમણવાર સહિતના આયોજન કરવામાં આવી રહ્યાં છે. પરંતુ આ વિસ્તારમાં મતદારો નું અકળ મૌન રાજકીય નેતાઓ પર ભારી પડતું હોય તેમ કોઈ પાર્ટી કે ઉમેદવાર પોતે જ જીતશે એવું ગેરન્ટી સાથે કહી શકતો નથી.

નિઝર -ઉચ્છલ પંથક નો સમગ્ર વિસ્તાર ઉકાઈ જળાશય બનવા ને કારણે અસરગ્રસ્ત બન્યો હતો જેથી આ વિસ્તારમાં હજી પણ પૂરતા પ્રમાણમાં વિકાસ ના ફળો મળી શક્યા નથી.અહીં તાપી નદી પર વીશાળ કાય ઉકાઈ ડેમ હોવા છતાં સિંચાઇ ની પૂરતા પ્રમાણમાં સગવડ નથી.આ વિસ્તાર ના મોટે ભાગ ના ખેડૂતો ચોમાસું આધારિત ખેતી પર જ નિર્ભર રહેતાં હોય છેવત્યારે તેમને પોતાના વિવિધ ખેતી પાક નો યોગ્ય ભાવ પણ મળતો ન હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી.

નેતાઓના મતદારો ને વિકાસ બાબત ના વાયદા

ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા ના લોકો પાકા રોડ,રસ્તા,સિંચાઇ અને પીવા ના પાણી જેવી અનેક સમસ્યાઓ ઝઝૂમી રહ્યાં છે.આ વિસ્તાર માં તાપી નદી માંથી મોટા પ્રમાણમાં રેતી કાઢવાના ઉદ્યોગ ધમધમે છે પણ તેનો ફાયદો અન્ય સ્થળેથી અહીં રેતી કાઢવા આવેલ મોટા ગજાના લોકો અને રાજકીય આગેવાનો ને જ થતો હોવાની વાત મતદારો એ જણાવી હતી. ફરી એક વાર હાલ માં વિધાનસભાની ચૂંટણી માથે આવીને ઉભી છે ત્યારે રાજકીય પક્ષ ના ઉમેદવાર અને નેતાઓ મતદારો ને વિકાસ બાબત ના વાયદા કરી રહ્યાં છે.

ઉચ્છલ- નિઝર અને કુકરમુંડા વિસ્તાર ના વિવિધ ગામોની મુખ્ય સમસ્યાઓ પર એક નજર
સિંચાઇ : ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા માં સિંચાઇ ના પાણી ન મળવા બાબત ની ફરિયાદ મતદાતાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ઘણે ઠેકાણે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ બંધ પડી છે.
આરોગ્ય : ઉચ્છલ ખાતે જાહેર કરવામાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હજી સુધી બની નથી તેથી લોકો ને આરોગ્ય વિષયક મુશ્કેલી પડી રહી છે.આ સમગ્ર વિસ્તાર માં એસ ટી બસ ની સુવિધા પણ અપૂરતી છે.
આવાસ : વિસ્તારમાં વસવાટ કરતા આદિમ જૂથ ના કોટવાળીયા અને ભીલ જાતિ ના લોકો આવાસ યોજના થી વંચિત છે એ સાથે જ તેમને અન્ય સુવિધાઓ પણ મળી નથી.
ખેતી : ઉકાઈ ડેમ બનવાથી ડૂબાણમાં ગયેલી જમીનના કારણે અસરગ્રસ્ત બનેલા લોકો ઉકાઈ જળાશયમાં ખાલી પડતી જમીન વર્ષમાં માત્ર 1 જ પાક લેવાતો હોય છે. એમા પણ હાલ ડેમ માં પૂર્ણ સપાટી સુધી પાણી ભરવામાં આવ્યું હોય આ પાણી ખેતરો સુધી ફરી વળતા તેઓનો ખેતી પાક નિષ્ફળ ગયો છે.

સાયલા : મોંઘવારી મુદ્દે ગૃહિણીઓ નારાજ
દિવ્ય ભાસ્કરે નિઝર તાલુકા ના સાયલા ગામ ની મુલાકાત લીધી હતી અહીં ગામ અને નજીક ના તાપી ખડકાળા ગામ ના મતદારો ને રૂબરૂ મળવાનો મોકો મળ્યો. તાપી ખડકાળા ગામ ના મંશા બહેન પ્રધાને રોષ પૂર્વક જણાવ્યું કે અમારા માટે મોંઘવારી નો મુદ્દો ઘણો પ્રભાવી છે. અગાઉ રાંધણ ગેસ નું સિલિન્ડર 350 રૂપિયા માં મળતું હતું જે આજે 1000 રૂપિયા થઈ ગયો છે.સરકારે મફત સિલિન્ડર ની વાત કરી હવે તે રૂ.1000 માં આપી રહી છે.તેમણે સ્મૃતિ ઈરાની ને યાદ કરી જણાવ્યું કે હવે તેઓ કેમ ગરીબ બહેનો ની પડખે ઉભા રહેતાં નથી. અહીં એક બીજા મહિલા સુજી બહેન સાથે વાત કરતાં તેમણે પણ વિકાસ કામો બાબતે આ વિસ્તારમાં ઘણી કમી હોવાનું જણાવ્યું હતું.

રૂમકીતળાવ : રોજગારી મુદ્દે સ્થાનિકો ખફા
નિઝર તાલુકા નું રૂમકી તળાવ ગામ ની ગણના વેપારી મથક સાથે થાય છે.અહીં કપાસ ની ખેતી કરતા ખેડૂતો ની સંખ્યા મોટા પ્રમાણમાં છે.અહીં આવેલ એક ચા ની લારી પર ઉભેલા કેટલાક યુવા મતદારો સાથે વાત કરતાં તેમણે અહી જણાવ્યું કે રોજગારીના કોઈ સાધનો નથી. શિક્ષિત યુવકોએ સુરત જેવા શહેરો માં આવેલ શોપિંગ મોલ માં માસિક 12 થી 15 હજાર રૂપિયા ની નોકરી માટે લાંબા થવું પડે છે. રાજકીય નેતાઓ માત્ર ઠાલા વચનો જ આપતાં હોવા ની તેમણે વાત કરી હતી.તમે આ વખતે કોને મત આપશો એવું પૂછતાં મતદારો એ જણાવ્યું જે જે ઉમેદવાર ખૂટતાં વિકાસ કામો પૂર્ણ કરાવવાની બાંહેધરી આપે અને જે અમારા સતત સંપર્ક માં રહી અમારી વાત સાંભળે તેને અમે અમારા વોટ આપીશું.

અન્ય સમાચારો પણ છે...