દીપડો પકડાયો:સોનગઢના તાપી કિનારે આવેલા વાડી ભેંસરોટથી દીપડો પકડાયો

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બચ્ચા સહિતનો પરિવાર નદી કિનારાની આસપાસ જોવા મળે છે

સોનગઢ તાલુકાના વાડી ભેંસરોટ ગામે તાપી નદી ના કાંઠા વિસ્તાર માંથી એક કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. સોનગઢ તાલુકાના તાપી નદી ના કિનારે આવેલા વાડી ભેંસરોટ ગામ અને તેની આસપાસ ના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસ થી એક દીપડો અને તેના બચ્ચા સાથે નો પરિવાર લોકો ને નજરે પડતો હતો.નદી કિનારા ના કાંઠા વિસ્તારમાં માં આવેલ ખેતરાડી માં આ દીપડા નો પરિવાર વસવાટ કરતો હોવાનું અનુમાન છે.

દીપડો ગામ માંથી અવાર નવાર કૂતરાં અને પાલતું પશુ નો શિકાર કરી જતો હોય ગ્રામજનો માં અને રાત્રી ના સમયે ખેતરે જતાં ખેડૂતોમાં ભય ની લાગણી ઉભી થઇ હતી.આ અંગે વન વિભાગ ને જાણ કરવામાં આવતાં વિભાગ દ્વારા દીપડા ને ઝડપી લેવાં મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.શુક્રવારે રાત્રી ના સમયે તાપી નદી ના કાંઠા વિસ્તારમાં ગોઠવવામાં આવેલા પાંજરાં માં મારણ ખાવા ની લાલચ માં અંદાજિત ત્રણ વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો.

પાંજરે પુરાયેલા દીપડા ની ત્રાડ ને સાંભળી ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને આ અંગે ની જાણ વન વિભાગ ને કરી હતી.વન વિભાગ નો સ્ટાફ વાડી ભેંસરોટ ગામે સ્થળ પર પહોંચી દીપડા નો કબ્જો સંભાળી લઈ તેને ઊંડાણ ના જંગલ વિસ્તારમાં છોડી દેવાની કવાયત હાથ ધરી હતી.સ્થાનિક ગ્રામજનો ના જણાવ્યાં પ્રમાણે આ દીપડો તો પાંજરે પુરાયો છે પણ બચ્ચા સહિત નો પરિવાર હજી પણ નદી કિનારા ની આસપાસ જ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...