રાજકિય શતરંજ:સૌથી વધુ 172 ગામ ધરાવતા સોનગઢ તાલુકાનું નામ વિધાનસભા બેઠકોની યાદીમાંથી ભૂંસાયું

સોનગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2008માં સોનગઢ તાલુકાના કુલ 234 બૂથમાંથી 129ને નિઝર વિધાનસભા બેઠક અને 105 બૂથને માંડવી બેઠક સાથે જોડી દેવામાં આવ્યા હતા હતા
  • આ ‌વખત સોનગઢ તાલુકાના 99,768 મતદારો તાપી જિલ્લાના નિઝર બેઠક પર, જ્યારે 88,063 મતદારો સુરત જિલ્લાની માંડવી બેઠક પર મતદાન કરશે
  • 2008માં થયેલા સીમાંકનમાં સોનગઢનું વિભાજન કરી માંડવી અને નિઝર બેઠકમાં ભેળવી દેવાયો હતો
  • નવા સીમાંકનને લીધે સોનગઢ બેઠકે અસ્તિત્વ ગુમાવવું પડ્યું હતું

દિપક શર્મા

સને 2008માં થયેલ નવા સીમાંકન વખતે સોનગઢ નગરના મતદાતાઓને માંડવીની બેઠકમાંથી બાદ કરીને નિઝર બેઠક સાથે જોડી દેવામાં આવ્યાં હતાં. સાથે જ 163, સોનગઢ બેઠકનું અસ્તિત્વ જ પૂરું કરી દેવામાં આવ્યું હતું. હાલ સોનગઢ નગર અને તાલુકાના કુલ 234 બૂથ પર નોંધાયેલા 186534 મતદાતાઓ નિઝર અને માંડવી એમ બે બેઠક પરના ઉમેદવારને પોતાનો મત આપશે.

નિઝર અને માંડવી એમ બે બેઠક પરના ઉમેદવારને પોતાનો મત
સને 2007ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 163, સોનગઢ બેઠકનું અસ્તિત્વ હતું. તે સમયે સોનગઢ નગર અને ઉત્તર સોનગઢ ના ગામડાં અને માંડવી તાલુકાના ગામડા થઈ સોનગઢ બેઠક ગણાતી હતી.સને 2007 માં સોનગઢ બેઠક પર થી તે સમયના કોંગ્રેસ ના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા બીજેપીના વિજય ચૌધરીને 41,021 મતના અંતરથી પરાજિત કરી ચૂંટાયા હતાં.જો કે 2007 માં નિઝર બેઠક પર કોંગ્રેસના પરેશ ભાઈ વસાવા બીજેપીના કાંતિ ભાઈ ગામીત સામે માત્ર 1668 મત થી જીત્યા હતાં.

2008 માં નવું સીમાંકન નક્કી કરવામાં આવ્યું
આમ જો સોનગઢ નગરના મતદારોને નિઝર બેઠક સાથે જોડી દેવાથી નગર વિસ્તારમાંથી બીજેપીને મળતી લીડના ફાયદા થકી નિઝર બેઠક કબ્જે કરવાની ગણતરી મુકવામાં આવી હોવાનું અને એ પ્રમાણે સને 2008 માં નવું સીમાંકન નક્કી કરવામાં આવ્યું હોવાની ચર્ચા તે સમયે મતદારોમાં હતી. એ સાથે જ 2012ની ચૂંટણીમાં નિઝર બેઠક પર તેનો ફાયદો સત્તાધારી પક્ષને થયો પણ હતો. તે સમયે બીજેપીના કાંતિ ભાઈ ગામિતે કોંગ્રેસના ત્રણ વખતથી ચૂંટાતા પરેશ વસાવા ને 9924 મતના અંતરથી હરાવી દીધા હતાં.

સોનગઢ તાલુકાના મતદાનની દ્રષ્ટિએ બે ભાગ કરી દેવામાં આવ્યા
​​​​​​​જો કે એ વખતે વિધાનસભા બેઠક તો જીતી લેવામાં આવી પણ રાજ્યમાં જેની ગણના મોટા તાલુકા તરીકે થાય છે. અને જેના 172 ગામડા છે. તથા 234 બૂથ છે. એવા સોનગઢ તાલુકાનું નામ વિધાનસભાની બેઠક માંથી બાદ થઈ ગયું હતું. જે હજી પણ યથાવત્ છે.સોનગઢ તાલુકાના મતદારોને ધ્યાનમાં રાખી અહીં નવી બેઠક આપવા ના બદલે તે સમયે સોનગઢ તાલુકાના મતદાનની દ્રષ્ટિએ બે ભાગ કરી દેવામાં આવ્યા હતા. ઉત્તર સોનગઢના ગામડા માંડવી બેઠક સાથે છે, જ્યારે દક્ષિણ સોનગઢ તાલુકાના ગામડા નિઝર બેઠક સાથે જોડાયેલા છે. આમ રાજકીય શતરંજ અને સીમાંકનની ગોઠવણને કારણે આ જે વિધાનસભાની બેઠકોની યાદીમાં સોનગઢ તાલુકાનું નામ ભૂંસાઈ ગયું છે. તેનો વસવસો સોનગઢ તાલુકાના મતદારો વ્યક્ત કરી રહ્યા છે.

સોનગઢ તાલુકામાં કુલ 234 બૂથ અને 1,87,831 મતદારો છે
સોનગઢ તાલુકો વસતિ અને વિસ્તાર ની દ્રષ્ટિએ સંભવત સમગ્ર ગુજરાતમાં સહુ થી મોટો તાલુકો છે આમ છતાં વિધાનસભા માં સોનગઢ નામ ની બેઠક નથી એ સમય ની બલિહારી છે.મળેલ વિગત મુજબ સોનગઢ તાલુકા માં હાલ 1,87,831 જેટલા મતદારો નોંધાયેલા છે અને તેઓ ગામડાંમાં જુદા જુદા સ્થળે આવેલ 234 બૂથ પર પોતાનું મતદાન કરે છે.જો કે સોનગઢ નગર ના 20,991 અને ઓટા મલંગ દેવ સુધી ના 129 બૂથ ના 78,777 મળી કુલ 99,768 મતદારો નિઝર બેઠક સાથે જોડાયેલા છે.જ્યારે સોનગઢ ના ઉકાઈ અને બોરદા પંથક ના 105 બૂથ ના કુલ 88,063 મતદારો માંડવી બેઠક સાથે જોડવામાં આવ્યાં છે.

નેશનલ હાઇવે ને ધ્યાન માં રાખી તાલુકાને 2 ભાગમાં વહેંચી દીધો
એક બે અપવાદ ને બાદ કરતા સોનગઢ તાલુકાના હાઇવે ના ઉત્તર દિશામાં આવેલા ઉકાઈ, બોરદા બોરદા કાકુઈ જેવાં ગામો માંડવી બેઠક સાથે જોડી દેવાયા હતાં. જ્યારે નેશનલ હાઇવે ની દક્ષિણના ડોસવ ાડા, બંધાર પાડા, રાણી આ ંબા, જામખડી તથા ઓટા મલંગદેવ પંથકના ગામો હાલ નિઝર બેઠકમાં આવે છે.

નવા સીમાંકન બાદ સોનગઢ તાલુકાની હાલ આ સ્થીતી છે
2007 ની ચૂંટણી વખતે સોનગઢ બેઠક કે જેમાં માંડવી નો સમાવિષ્ટ થતો હતો તેના મતદારો ની સંખ્યા 1,65,083 હતી જ્યારે નિઝર બેઠક પર તે સમયે 1,88,403 મતદાતા નોંધાયા હતાં.જો કે નવા સીમાંકન પછી બનેલી માંડવી બેઠક પર 2012 માં 2,08,349 મતદાતા હતા જ્યારે નિઝર બેઠક ના મતદાતા વધી ને 2,30,048 થઈ ગયા હતાં.

વિભાજન બાદ નિઝર - માંડવી બંને બેઠક પર કોંગ્રેસનો દબદબો
અગાઉ ની 163,સોનગઢ બેઠક અને હાલ ની માંડવી બેઠક પર થી છેલ્લી કેટલીય ચૂંટણી થી કોંગ્રેસ ના જ ઉમેદવાર ચૂંટાય છે જ્યારે નિઝર બેઠક ની પણ આ જ સ્થિતિ છે અહીં માત્ર એક જ વખત 2012 માં બીજેપી ના ઉમેદવાર વિધાનસભા બેઠક પર ચૂંટાયા હતાં.હાલ બંને બેઠક કોંગ્રેસના કબ્જમાં છે.

અન્ય સમાચારો પણ છે...