તપાસ:નવાપુરથી દારૂ ભરી બૌધાન જતો કારચાલક અને અન્ય એક ઝડપાયા

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસે બાતમી આધારે કાર અટકાવી તપાસ કરી
  • પાયલોટિંગ કરતો વ્યારાનો ઈસમ પણ ઝડપાયો,ત્રણ વોન્ટેડ

સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પરથી જિલ્લા પોલીસે બાતમીના આધારે એક કાર અટકાવી તેમાંથી પાસ પરમિટ વિનાનો રૂપિયા 85,200 ની કિંમત નો વિદેશી દારૂ નો જથ્થો કબ્જે કર્યો હતો. તાપી જિલ્લા પોલીસ ની ટીમ સોનગઢ તરફ પેટ્રોલિંગ માં હતી ત્યારે સ્ટાફ ને બાતમી મળી હતી કે નવાપુર તરફ થી આવતી એક કાર નંબર GJ-01-KH-2744 નો ચાલક પોતાની કાર માં વિદેશી દારૂ ભરી ને નવાપુર થી આવી રહ્યો છે.

આ અંગે વોચ ગોઠવવામાં આવતાં આ દારૂ ભરેલી કાર ને પાયલોટિંગ કરતો એક નંબર વિના ની એક્ટિવા પર સવાર અનિલ વિનોદ ઢોડિયા રહે.સિંગી ફળિયું વ્યારા મળી આવ્યો હતો.એ પછી બાતમી મુજબ ની કાર પણ આવતા પોલીસે તેને અટકાવવા ની કોશીષ કરી હતી પરંતુ એ નાસી ગયો હતો જેનો પીછો કરી હાઇવે પર એક સ્ટોન ક્વોરી નજીક ઝડપી લીધો હતો.

તપાસ દરમિયાન કાર ચાલકે પોતાનું નામ પારસ દેવાભાઈ વન હાલ રહે.સિંગી ફળિયું વ્યારા મૂળ રહે.રાજસ્થાન જણાવ્યું હતું અને તે નવાપુર ના પંકજ નામના ઈસમ પાસે થી રૂપિયા 85,200 ની કિંમત નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ લઈ નીકળ્યો હતો.આ દારૂ માંડવી તાલુકાના બૌધાન ગામે રહેતાં અર્જુન ઉર્ફે કાણીયા અને કાળુ નામના ઇસમો એ મંગાવ્યો હતો.આ બનાવમાં પોલીસે વિદેશી દારૂ,કાર,એક્ટિવા અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.425700 નો મુદ્દામાલ સીઝ કરી ત્રણ ઇસમો ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...