કાર્યવાહી:કરંજ નદીના પુરમાં તણાયેલા શ્રમજીવી યુવકની લાશ મળી

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક બુધવારે રાત્રે પુરમાં તણાયો હતો

ઉચ્છલ ખાતે ના નવા ફળિયા માં રહેતાં એક શ્રમજીવી ઈસમ કરંજ નદીના પુરના પાણીમાં તણાય ગયા હતાં જેમની ગુરુવારે નદીમાંથી લાશ મળી આવી હતી.ઉચ્છલમાં ભારે વરસાદ નોંધાતા તાલુકા મથક નજીકથી વહેતી કરંજ નદીમાં બે ત્રણ દિવસથી ભારે વહેણ જોવા મળ્યું હતું અને પુર જેવી સ્થિતિ બની હતી. કરંજ નદીના બંને કાંઠે ભરપૂર પ્રમાણમાં પાણી વહેતાં જોવા મળ્યાં હતાં.

ઉચ્છલના નવા ફળિયામાં રહેતાં શ્રમજીવી એવાં વિજયભાઈ રતિયાભાઈ રાઠોડ (45) બુધવારે રાત્રીના નદી તરફ ગયા હતાં.તેઓ નદીના વહેણમાંથી પસાર થવાની કોશિશ કરી રહ્યાં હતા ત્યારે અચાનક પગ લપસી જતા તેઓ નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતાં. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં તેઓએ વિજયભાઈની શોધખોળ કરી હતી પરંતુ તેમનો પતો મળ્યો ન હતો. જો કે ગુરુવારે ઉચ્છલ માર્કેટ ફળિયાના પાછળના ભાગેથી વહેતી કરંજ નદીમાંથી વિજયભાઈ રાઠોડની લાશ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...