ભાસ્કર વિશેષ:સોનગઢના વડપાડા પાસે આવેલી કોતર પરના ચેકડેમમાં મોટા પ્રમાણમાં માટી અને કાપનો ભરાવો

સોનગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ ના વડપાડા ગામે ચેકડેમ ની દીવાલ પાસે માટી ભરવામાં આવી છે. - Divya Bhaskar
સોનગઢ ના વડપાડા ગામે ચેકડેમ ની દીવાલ પાસે માટી ભરવામાં આવી છે.
  • ચોમાસામાં માટી અને કાપને કારણે ચેકડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ નહીં થાય

સોનગઢ તાલુકાના વડપાડા ગામની સીમમાં આવેલી એક કોતર પર વરસાદી પાણીના સંગ્રહ અર્થે એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ ચેકડેમમાં હાલ મોટા પ્રમાણમાં માટી અને કાપ ભેગો થયેલો હોવાથી ચેકડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શકે એમ નથી.

સોનગઢ તાલુકામાં કોતરો અને નદીઓ પર સરકારની વિવિધ યોજનાના માધ્યમથી ચેકડેમ બનાવાયા છે. આ ચેકડેમ બનાવવા પાછળનો સરકારનો આશય એવો હોય છે કે નદી, નાળાઓમાં વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ થાય અને આસપાસના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે. તેમજ બોર તથા કૂવાના પાણીના સ્તર ઊંચા આવે.

જુદીજુદી એજન્સીઓ દ્વારા બનાવવામાં આવતા મોટે ભાગના ચેકડેમો બન્યાના થોડા જ વર્ષમાં તેની પર ગોઠવેલી બારી વિનાના થઈ જાય છે. ક્ષતિગ્રસ્ત બની જતાં હોવાનું મોટે ભાગે જોવા મળતું હોય છે. આ કારણે ચેકડેમની પાછળ ખર્ચેલા સરકારી નાણાંનો પણ વેડફાટ થતો હોવાના હાલ છે. આવો જ એક ચેકડેમ અંગે સોનગઢ તાલુકાના વડપાડા ગામની સીમમાં આવેલ છે.

આ ચેકડેમમાં જ્યાં પાણીનો મુખ્ય સંગ્રહ થાય છે એ ચેકડેમની દીવાલ પાસે માટી ભરવામાં આવી છે. સાથો સાથ કોતરમાં આવતાં વરસાદી પાણી સાથે વહી આવતો કચરો અને કાપ પણ તેમાં ભેગો થયેલો છે. આ કારણથી ચેકડેમમાં ક્ષમતા પ્રમાણે પાણી ભરી શકાતું નથી.

સ્થાનિક ગ્રામજનોએ ચેકડેમ અંગે કરેલા આક્ષેપ મુજબ ચેકડેમની દીવાલ સાવ નબળી હોવાથી વરસાદી પાણીના પ્રવાહ સામે એ દીવાલ ટકી રહે એ માટે જ ચેકડેમની દીવાલ પાસે પથ્થર અને માટી ભરી છે. ભલે પાણી ઓછું સંગ્રહ થાય પણ ચોપડા પર ચેકડેમ ટકી રહેવો જરૂરી છે. વડપાડાનો ચેકડેમ હાલ ચોમાસાને શરૂ થવાને હજી થોડો સમય બાકી છે એ પહેલાં સાફ કરવામાં આવે તો તેમાં પાણીનો સંગ્રહ વધુ થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...