સમસ્યા:સોનગઢના મેઢા ગામ નજીક પૂલના પાયામાં ભંગાણ પડ્યું

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના 23 જેટલાં રસ્તા પણ અવર જવર માટે બંધ

સોનગઢ ઓટા સ્ટેટ હાઇવે પર આવેલાં મેઢા થી કણજી ગામ ની વચ્ચે થી પસાર થતાં એક કોતર પર ના પૂલ ના પાયા માં પાણી નાં ભારે વહેણ ના પગલે ભંગાણ પડતાં પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો.સોનગઢ તાલુકાના મલંગદેવ ઓટા પંથક અને નજીક આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી ભારે વરસાદ થયા નું નોંધાયું છે.આ કારણે ઓટા ની આસપાસ આવેલા કેટલાય કૉઝવે છલકાઈ ગયા હતાં અને તે રસ્તાઓ વાહન વ્યવહાર કે લોકો ની અવર જવર માટે બંધ કરવામાં આવ્યાં હતાં.

સોનગઢ ઓટા રોડ પર આવેલા મેઢા ગામ નજીક પણ એક પુલ ના સ્લેબ અને પાયા માં પણ કોતર ના ધસમસતા પાણી ને કારણે ગાબડાં પડી જતાં એ હાલ મોટા વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.એ સાથે જ ઓટા વિસ્તારમાં અને જામખડી,ટાપરવાડા, હનુમંતયા, ભાણપુર અને સિસોર તથા કાવલા,માંડળ વગેરે ગામની નજીક આવેલા કૉઝવે ઓવર ટોપ થતાં તાલુકા માં કુલ 23 જેટલાં રસ્તા સોમવારે અવર જવર માટે બંધ કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...