સોનગઢ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા નગરજનોની સુવિધા માટે જુદા જુદા ત્રણ બગીચાનું લોકાર્પણ શુક્રવારે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૂંટાયેલા નગરસેવકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સોનગઢના ગણેશ નગર વિસ્તારમાં હાલ એક પણ બગીચા ની સગવડ ન હોય ત્યાં વસવાટ કરતાં લોકોએ બગીચાનો આનંદ માણવા દૂર સુધી જવું પડતું હતું. આ બાબતે પાલિકામાં રજૂઆત થતાં વોર્ડમાં બગીચાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. શુક્રવારે ગણેશ નગરમાં શહીદ ભગતસિંહ ઉદ્યાનનું લોકાર્પણ પાલિકા પ્રમુખ ટપુ ભાઈ ભરવાડના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ ભાવના બહેન ગામીત, કારોબારી અધ્યક્ષ નિખિલ ભાઈ શેઠ, બાંધકામ અધ્યક્ષ અમિત ભાઈ અગ્રવાલ, બગીચા સમિતિ અધ્યક્ષ લતા બહેન જાધવ સહિત અન્ય ચૂંટાયેલા સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. એ પછી શિવાજી નગર વિસ્તારમાં છત્રપતિ સંભાજી રાજે ઉદ્યાન અને પંચવટી મંદિર પાસે પંચવટી ઉદ્યાનને પણ લોકોના વપરાશ અર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટપુભાઇ ભરવાડે જણાવ્યું કે આગામી સમયમાં દરેક વોર્ડમાં એક ઉદ્યાન બંનેએ દિશામાં અમારા પ્રયત્ન રહેશે.આમ નગરમાં વધુ ત્રણ બગીચા ખુલ્લા મૂકવામાં આવતાં લોકોની સુવિધામાં વધારો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.