ફરિયાદ:પતિને કેન્સર થયાનું કહી 5 લાખ માગી પત્નીને કાઢી મૂકી

સોનગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલાની પતિ સહિત સાસરિયાં સામે ફરિયાદ

નંદુરબાર તાલુકાના કુસુમવાડા ગામ ની એક મહિલાને તેના સાસરિયાં દ્વારા પતિના સારવાર માટે રૂપિયા લઈ આવ એમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપતાં પરિણીતા પિયર ચાલી આવી હતી.આ અંગે પોલીસમાં પતિ અને તેના સગા સામે પરિણીતા એ ફરિયાદ લખાવી હતી.

સવિતા બહેન પુખરાજ જાધવના લગ્ન ગત 2018માં શિરપુર ખાતે રહેતાં પુખરાજ સાહેબ રાવ જાધવ સાથે થયા હતાં.પુખરાજ મિલિટરીમાં નોકરી કરતો હોય થોડા દિવસ પછી પત્ની અને માતાને પણ પંજાબના પઠાણકોટ ખાતે નોકરીના સ્થળે લઈ ગયો હતો. પિયરમાં બાળકના જન્મ બાદ મહિલાએ પતિને ફોન કરી કહ્યું કે આપણો બાબો હવે મોટો થઈ ગયો છે તમે મને પઠાણકોટ લઈ જાવ.

જુલાઈ 2022 માં પતિ વતન આવતાં સવિતા બહેન સાસરે ગયા હતાં ત્યારે પતિ સાસુ અને અન્યોએ ભેગા મળી સવિતા બહેનને ખોટું બહાનું બનાવી કીધું કે તારા પતિ ને કેન્સર થયું છે તેની સારવાર માટે પિયરથી 5 લાખ રૂપિયા લઈ આવ.

અન્ય સમાચારો પણ છે...