સુવિધા:અંતરિયાળ કુકડા ડુંગરી વિસ્તારના 30 જેટલા ગામો માટે સંજીવની વાન ફાળવાઇ

સોનગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકા ના જંગલ વિસ્તારમાં આવેલા કુકડાડુંગરી અને કાકડકુવા ગામના યુવકો એ ગત 29મી ઓગસ્ટના રોજ તાપી જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી આ બંને ગામ સહિત આસપાસના 30 જેટલાં ગામમાં આરોગ્ય વિષયક સેવા મેળવવા પડતી તકલીફ અંગે રજુઆત કરી હતી. રજુઆતના પગલે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુકડા ડુંગરી ગામે આરોગ્ય સંજીવની વાન ફાળવવામાં આવી છે.

સોનગઢના કુકડા ડુંગરી ગામ અને તેની આસપાસ આવેલા અન્ય 30 જેટલાં ગામમાં પૂરતા પ્રમાણમાં આરોગ્ય સેવાનો લાભ મળતો ન હતો. એ સિવાય આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક પણ મળતું ન હોય કટોકટી ના સમય માં 108 વાનનો સંપર્ક કરી શકાતો ન હતો જેથી ઘણી વાર ઇજાગ્રસ્ત વ્યક્તિઓ એ પોતાનો જાન ગુમાવવો પડતો હતો. આ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગર્ભા સ્ત્રીઓને પણ સોનગઢ તાલુકા મથક સુધી દવાખાને લઈ જવા માટે પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે. એ સિવાય અકસ્માત જેવી ઘટના માં પણ ગંભીર ઈજાગ્રસ્તો વ્યક્તિ ને તાત્કાલિક સારવાર મળી શકતી ન હતી.

આ અંગે ગત 30 મી ઓગસ્ટ ના રોજ દિવ્ય ભાસ્કર અખબાર માં લોકો ના પ્રશ્ન ને વાચા આપવામાં આવી હતી. આ અહેવાલ ના પગલે હરકત માં આવેલા તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગણતરી ના દિવસો માં જ તાલુકા ના કુકડાડુંગરી ખાતે આરોગ્ય સંજીવની વાન ફાળવી આપવામાં આવી હતી જેથી લોકો ને હવે ઘરઆંગણે મોટે ભાગ ની આરોગ્ય સેવા મળી રહેશે. સંજીવની વાન સાથે આવેલા ડૉ.રુબીના બહેન અને સ્ટાફ દ્વારા આરોગ્ય વિષયક લક્ષી સેવા બાબતે માહિતી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...