ચોરી:સાંઢકુવા ગામે આંગણે પાર્ક કરેલી બોલેરો પિકઅપની ઉઠાંતરી

સોનગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવાજ સાંભળી પીછો કરાયો પણ ચોર ચોરી કરી ગયો

સોનગઢ તાલુકા ના સાંઢકુવા ગામે રહેતાં અને ભાડે વાહન ચલાવતાં ઈસમ ના આંગણે પાર્ક કરેલી બોલેરો પિક અપ વાન રાત્રીના અજાણ્યો ઉઠાંતરી કરી નાસી ગયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. સાંઢકુવા રહેતાં દિનેશભાઇ ગામીત ખેતી કરે છે.તેમણે પિક અપ નંબર GJ-26-T-0805 ખરીદી હતી. દિનેશભાઇ વરદી મળે ત્યારે સોનગઢ વ્યારા તરફ ભાડે ફેરવવા કરતાં હતાં. 29 મી જુલાઈએ તેઓ વાનમાં નજીક મૈયાલી ગામથી મજૂરો બેસાડી ઉચ્છલ ગયા હતા અને સાંજે ત્યાંથી પરત આવી બોલેરો આંગણે પાર્ક કરી સુઈ ગયા હતાં.

દરમિયાન મોડી રાત્રી એ બોલેરો સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળી ઊંઘમાંથી જાગી ગયા હતાં અને આંગણા તરફ દોડતાં નજર સમક્ષથી અજાણ્યો ડુપ્લિકેટ ચાવી વડે વાન લઇ નાસી ગયો હતો. તેઓ વાનનો પીછો કરવા માટે ઘરમાં દોડી જઇ બાઈકની ચાવી લાવે તે પહેલાં ચોર ઈસમ પૂરઝડપે બોલેરો લઈ મલંગદેવ અથવા નવાપુર રોડ તરફ નાસી ગયો હતો. તેમણે ફળિયાના યુવકોને સાથે રાખી વાનની તપાસ કરી હતી પરંતુ ચોર ઈસમ બોલેરોની ઉઠાંતરી કરી નાસી જવામાં સફળ રહ્યો હતો. આ અંગે વાનની તપાસ કરવા છતાં તેનો પત્તો ન મળતા દિનેશભાઇએ સોનગઢ પોલીસ મથકે વાનની ચોરી સંદર્ભે ફરિયાદ લખાવી હતી.

અન્ય સમાચારો પણ છે...