ઉચ્છલ તાલુકાના ગવાણ ગ્રામ પંચાયતના પદાધિકારીઓએ સરકારી અધિકારી અને કર્મચારીઓની સાથે મળી વર્ષ 2020/21 દરમિયાન થયેલાં વિકાસના કામો બાબતે ગેરવહીવટ કર્યો હોવાની ફરિયાદ માણજીભાઈ વસાવાએ તાપી ડીડીઓને પત્રમાં કરી છે અને તપાસની માગ કરી હતી.
પત્રમાં જણાવ્યાં પ્રમાણે ગવાણ પંચાયતના વહીવટ અને વિકાસ કામો બાબતે માણજીભાઈએ વિગત માગી હતી, જેની માહિતી તટીડીઓએ આપી છે. જો કે આપવામાં આવેલી માહિતી મુજબનું કામ ગામમાં થયું નથી જેથી તે અંગે તપાસ કરવા માંગણી રજૂ કરી હતી.
તાલુકા પંચાયત દ્વારા આપવામાં આવેલી વિગતમાં કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન વિભાગ પંચાયત તાપી દ્વારા 60,15,000નો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે પરંતુ ક્યાં કામ માટે વાપરવામાં આવ્યાં છે તેનો માહિતીમાં ઉલ્લેખ નથી. ગામમાં શાળાનું બાંધકામ થયું નથી તેના રૂપિયા ફાળવ્યાં છે.
સાથે જ ખેતીવાડી અધિકારી દ્વારા 5.72 લાખનો ખર્ચ અને વીજળીના હાઇ પાવર ટાવર માટે 10 લાખ ક્યાં વાપર્યા તેનો ઉલ્લેખ નથી. શૌચાલયના કામે 6.12 ખર્ચાયા છે પરંતુ ગામમાં પાંચ વર્ષ પહેલાં શૌચાલયો બનાવ્યા હતા. એ જ રીતે પુલનું કામ, સબ સેન્ટરના મકાનનું કામ, આંગણવાડી, શાળામાં કમ્પ્યૂટર સેટ મુકવાનો દેખાડવામાં આવ્યાં છે.
ગામમાં 5 લાખના ખર્ચે ટીડીઓ કચેરી દ્વારા ગામના પ્રવેશ દ્વારનું કામ અને 20 લાખના ખર્ચે રમત ગમત અધિકારી કચેરી દ્વારા મેદાનનું કામ સ્થળ પર જોવા મળતું નથીનો આક્ષેપ અરજદારે કર્યો છે. આ તમામ કામોની યાદી તાલુકા વિકાસ અધિકારી ઉચ્છલ દ્વારા અરજદાર માણજીભાઈને આપવામાં આવી છે ત્યારે આ કામગીરીમાં ગેર વહીવટ થયો હોવાની શંકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.