આયોજન:તાપી જિલ્લાની 27,972 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી પહોંચાડવાનું આયોજન

સોનગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્દવહન સિંચાઇ યોજનાના માધ્યમથી 4 તાલુકાના અસંખ્ય ખેડૂતોને લાભ અપાશે

તાપી જિલ્લાના છેવાડે ના ગણાતાં અને તાપી નદી ની આસપાસ જ આવેલાં કુકરમુંડા, નિઝર,ઉચ્છલ અને સોનગઢ તાલુકામાં આગામી ટૂંક સમયમાં કુલ 27,972 હેક્ટર જમીન ને સિંચાઇ ના પાણી પૂરું પાડવાનું આયોજન કરાયું છે. તાપી નદી પર ઉકાઈ ખાતે બહુહેતુક ઉકાઈ ડેમ આવેલો છે અને આ ડેમમાં સંગ્રહ થતાં પાણી થકી સુરત, નવસારી,વલસાડ અને તાપી જિલ્લાના ગામડાંમાં નહેરના નેટવર્ક મારફત ખેડૂતોને સિંચાઇના પાણી પુરા પાડવામાં આવે છે.

જોકે ડેમના ઉપરવાસમાં આવેલ કુકરમુંડા, નિઝર અને ઉચ્છલ તાલુકામાં ઉકાઈ ડેમમાંથી સિંચાઇ નું પાણી મળતું ન હોય સ્થાનિક આદિવાસી ખેડૂતોને વર્ષોથી સિંચાઇના પાણી બાબતે અન્યાય થતો હોય એવી લાગણી જોવા મળે છે.આ સાથે જ આ તમામ તાલુકામાં તાપી જિલ્લાના અન્ય તાલુકાના પ્રમાણમાં વરસાદ પણ ઓછો પડતો હોય ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરવા મજબૂર બને છે અને વર્ષ નો બાકી નો સમય મજૂરી અને પશુપાલન સાથે વીતાવવો પડે છે.

આ બાબતે ભૂતકાળમાં ચૂંટાયેલા લોકો અને આગેવાનો દ્વારા સરકારમાં આ તાલુકામાં સિંચાઇ ના પાણી આપવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.આ સંદર્ભે રાજ્ય ના જળ સંપત્તિ વિભાગ દ્વારા કુકરમુંડા, નિઝર,ઉચ્છલ અને સોનગઢ તાલુકાના ગામડાં માટે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે અને એ બાબતે કામ ચાલી રહ્યું છે, આ ચાર તાલુકામાં 31 મી ડિસેમ્બર સુધીમાં ઉકાઈ ડેમમાંથી ઉદ્દવહન સિંચાઇ યોજના મારફત સિંચાઇના પાણી કુલ 27,972 હેક્ટર જમીન ને મળી રહે એ, માટે યોજનાનું કામ હાલ ચાલી રહ્યું છે.

અને આગામી ઓક્ટોબર 2022 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના પૂર્ણ થતાં જ છેવાડે ના કુકરમુંડા, નિઝર,ઉચ્છલ અને સોનગઢ તાલુકાના ખેડૂતો પણ સિંચાઇ ના પાણી મેળવતા થઈ જશે.જો કે સિંચાઇ વિભાગ હાલમાં ચાલતી આ યોજના ની કામગીરી પર પૂરતી નજર રાખે અને કામગીરી દરમિયાન ટેન્ડર પ્રમાણે ચીજવસ્તુઓ વાપરવામાં આવે એવું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...