હુમલો:જમીન વિવાદમાં માતા-પિતાએ પુત્રી અને દોહિત્ર પર હુમલો કર્યો

સોનગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારાના સદગવાણ ગામની ઘટના અંગે પોલીસ ફરિયાદ

વ્યારાના સદગવાણ ગામે જમીન અને મકાન ખાલી કરવાની અદાવતમાં માતા-પિતા એ પોતાની સગી દીકરી અને દોહિત્ર પર લાકડી અને દાંતરડા વડે હુમલો કર્યો હતો. સદગવાણના ડુંગરી ફળિયા રહેતા ગામે રહેતાં અનિશા બહેન હીરાભાઈ ગામિતના બીજા લગ્ન કાસકીયા માવચી સાથે થયા હતાં. કાસકીયા માવચી સુરત ખાતે મજૂરી કરે છે અને અનિશા પુત્ર અક્ષય સાથે રહે છે ગત બીજી સપ્ટેમ્બરે અનિશા ગામમાંથી પોતાનું એક્ટિવા લઈ પસાર થતાં હતાં ત્યારે સામે તેમના પિતા હીરા ભાઈ ઠગા ભાઈ ગામીત અને માતા સવિતા બહેન મળ્યા હતાં. તેઓ એ અનિશાબહેન ને કહ્યું કે તમે અમારું ઘર અને જમીન ખાલી કરી દેજો નહિતર સારું ન થશે કહી ઢીક મુક્કી નો માર મારવો શરૂ કર્યો હતો.

આ વેળા એ અનિશા બહેન ની એક્ટિવા મોપેડ રોડ પર પડી જતાં તેમને પગમાં અને શરીરે ઇજા પામ્યાં હતાં. જેથી અનીશાએ દીકરા અક્ષયને ફોન કર્યો હતો. જેથી અક્ષય પોતાની માતા ને બચાવવા માટે સ્થળ પર દોડી આવ્યો હતો.

આ વખતે હીરાભાઈએ દાંતરડા વડે અક્ષય ગામીતને જમણા હાથ ના ખભા પર, છાતી ના ભાગે અને ડાબા હાથ ના પંજા ના ભાગે આડેધડ ઘા મારી તેને લોહીલુહાણ થઈ પાડી દીધો હતો.આ સમયે અન્ય લોકો દોડી આવતાં આરોપી પતિ-પત્ની અનિશા બહેન અને તેના દીકરા ને જાન થી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.ગંભીર ઇજાગ્રસ્ત અક્ષય ગામીત ને સારવાર અર્થે 108 વાન ની મદદ થી વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે કાકરાપાર પોલીસે દંપતી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...