વ્યારા નજીક આવેલા તાડકુવા ગામના એક વજન કાંટા પરથી ગત દશમી એ રાત્રીના સમયે ટવેરા કારમાં સવાર બે ઇસમો તપાસ માટે આવેલા ફોરેસ્ટ વિભાગના એક મહિલા કર્મચારીનું અપહરણ કરી ગયા બાદ ચોરવાડ પાટિયા નજીક ઉતારી ફરાર થઇ ગયા હતાં. આ બનાવમાં સંડોવાયેલા એક આરોપીની સોનગઢ પોલીસે અટક કરી ટવેરા પણ કબ્જે લીધી હતી.
વ્યારા વન વિભાગ માં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતાં શ્વેતલ બહેન ગામીતને ગત 10મી એ રાત્રે બાતમી મળી હતી કે એક ટવેરા કાર નંબર GJ-15-BB-2019 માં જંગલ ચોરીના લાકડાં ભરવામાં આવ્યાં છે. આ અનુસંધાને તેઓ તાડકુવા ગામ નજીક એક વજન કાંટા પર પહોંચ્યા હતાં.આ સમયે બાતમી મૂજબ ની કાર નજરે પડતાં તેઓ તપાસ કરવા ગયા ત્યારે કારમાં બેસેલા બે ઇસમો એ તેમને ટવેરામાં ખેંચી લીધા હતાં અને હાઇવે પર આવેલ ચોરવાડ ગામના પાટિયા પાસે ઉતારી નાસી ગયાં હતાં.
આ બનાવમાં સંડોવાયેલા આરોપીની તપાસ દરમિયાન પોલીસ કર્મી સરજીતભાઈ અને ઉદેસિંગભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે આરોપી કાર સાથે ગૂનખડીથી તારપાડા રોડ થઈ પસાર થવાના છે. વોચ ગોઠવવા માં આવતાં ગુના માં સંડોવાયેલો હાબેલ સોમા ભાઈ ગામીત રહે. ટાપર વાડા ટાવેરા કાર સાથે ઝડપાઇ ગયો હતો.પોલીસે તેની પાસેથી એક મોબાઈલ અને ટવેરા કાર મળી કુલ 2,0,5000નો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આરોપીને કાકરાપાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આરોપી જંગલ ચોરીના લાકડાં અને પશુની હેરફેર સાથે સંકળાયેલા છે
આ બનાવમાં ઝડપાયેલો આરોપી 2021 ના વર્ષ માં ગેરકાયદે પશુ ની હેરફેર કરતાં પણ પોલીસ ના હાથે ઝડપાયો હતો અને તેની સામે ગુનો દાખલ થયો હતો.આ બનાવમાં ટવેરા કાર માં વાડીરૂપગઢ ગામ ના ઉત્તમ ગામીત અને મોટા તારપાડા ગામના વિરલ દિવાળીયા ભાઈ ગામિતે લાકડાં ભરાવી આપ્યાં હતાં.
અને હાબેલ સાથે અન્ય એક આરોપી કાર માં લાકડાં લઈ રવાના થયા હતાં.ઝડપાયેલા આરોપી અને અન્ય સહ આરોપીઓ સાથે મળી પશુ હેરફેર તથા ગેર કાયદેસર રીતે જંગલ માંથી લાકડા ભરી તેનું વેચાણ કરી આર્થિક લાભ મેળવવાની ટેવ વાળા હોવાનું બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.