નવાપુરના બેડકીપાડા ખાતે રહેતાં કાંતુભાઇ ગાવીત મજૂરી ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર અંકેશભાઇની નવાપુરના બેડકી ગામે રહેતાં મનીષભાઇ ગાવીત સાથે મિત્રતા હતી. ત્રીજીએ મનીષ કારમાં ભાઈ મહેશ ગાવીત, વડપાડાના અલ્પેશ ગાવીત અને બેડકીપાડાના અંકેશ ગાવીતને બેસાડી બાબરઘાટ તરફ સામાજિક કામ અર્થે ગયા હતા. તેઓ ત્યાંથી પરત બેડકીપાડા તરફ જવા નીકળ્યા હતાં અને કાર મનીષ ચલાવતો હતો.
કાર રાત્રીના ભીતબુદ્રકની સીમમાં થઈ સાકરદા તરફ જતાં રોડ તરફ જઇ રહી હતી ત્યારે કાર ચાલક મનીષ ગાવીતે કાર પૂરઝડપે હંકારતા કાર પર કાબૂ ગુમાવી પાપડીના વૃક્ષ સાથે અથડાવી હતી. અકસ્માત થતાં લોકો દોડી આવ્યાં હતાં અને ગંભીર ઇજા પામેલા કારચાલક સહિત કારમાં સવાર ચાર યુવકોને સારવાર માટે પીએચસી ખસેડયા હતા.
ચાલક મનીષને માથામાં અને કમરમાં મહેશ ગાવીતને માથામાં અને પગમાં, અલ્પેશ ગણેશ ગામીતને ડાબા પગમાં ઇજા થઇ હતી જ્યારે કારની પાછલ સીટ પર બેસેલા અંકેશ ગાવીતને માથામાં અને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે વ્યારા ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન બીજે દિવસે તેનું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.