જીવાદોરી:રાજ્યના મોટાભાગના ડેમમાં હાલ 32% જ પાણી, ત્યારે ઉકાઇ ડેમમાં હજી 58 % ટકા પાણી ઉપલબ્ધ

સોનગઢ8 દિવસ પહેલાલેખક: દીપક શર્મા
  • કૉપી લિંક
  • ડેમમાં હજી 5 જિલ્લાને 1 વર્ષ સુધી ચાલે તેટલું પાણી

દક્ષિણ ગુજરાત ની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમમાં આ વર્ષે મે માસની શરૂઆતમાં પણ હાલ 4303 mcm જેટલું પાણી ઉપલબ્ધ છે. આ જથ્થો આગામી એક વર્ષ માટે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાને . હાલ બળબળતો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં આવેલા મોટા ભાગ ના ડેમ માં માત્ર ત્રીજા ભાગ નું એટલે કે 32 % જેટલું જ પાણી ઉપલબ્ધ હોવાથી તંત્ર અને લોકો ના માથે ચિંતા ની લકીર જોવા મળે છે.

જો કે દક્ષિણ ગુજરાત માં સોનગઢ તાલુકામાં તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમમાં આજે પણ કુલ સ્ટોરેજ ની ક્ષમતા ના પ્રમાણમાં લગભગ 58% જેટલું પાણી સ્ટોરેજ હોય આવનાર એક વર્ષ માટે એ પર્યાપ્ત છે જેથી સિંચાઈ સહિત પીવાના પાણી માટે પણ હાલ કોઈ ચિંતા નું કારણ જોવા મળતું નથી.હાલમાં ડેમ માંથી તાપી નદી માં અને કેનાલ મારફત સિંચાઈ માટે દરરોજ કુલ 6915 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગત વર્ષની સરખામણીએ હાલ ડેમમાં 6.6 % વધુ પાણીનું સ્ટોરેજ
ઉકાઈ ડેમમાં હાલ 4303 mcm પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે ગયા વર્ષે આ જ તારીખે 3884 mcm હતો.ટકાવારી ની દ્રષ્ટિએ જોઈએ તો ગત વર્ષે 2 જી મે ના દિવસે 52.4 % હતું જે આ વર્ષે 58 % એટલે કે 6.6 % જેટલો વધુ છે.ડેમ આધારિત દક્ષિણ ગુજરાત ના પાંચ જિલ્લામાં એક વર્ષ ના સમયગાળામાં સિંચાઈ,પીવાના પાણી અને ઉધોગો માટે અંદાજિત 4200 mcm ની જરૂરિયાત રહેલી છે જ્યારે ડેમમાં 4303 mcm પાણી સંગ્રહિત થયેલું છે.એ જોતાં આગામી એક વર્ષ ચાલે એટલો પાણી નો જથ્થો ઉકાઈ ડેમમાં હાલ ઉપલબ્ધ છે. > પ્રતાપભાઈ વસાવા, અધિકારી,ઉકાઈ ડેમ

આ કારણે ઉકાઇ ડેમ જીવાદોરીની સમાન
7414 MCM

ઉકાઈ ડેમમાં પાણી નો સંગ્રહ થઈ શકે છે જે ક્ષમતા સરદાર સરોવર પછી બીજા ક્રમની ગણાય છે

4303 MCM
ઉકાઈ ડેમમાં હાલ 4303 mcm પાણી ઉપલબ્ધ છે જે 2021 માં આ જ દિવસે 3884 mcm જેટલું હતું

52.04 ટકા
ગત વર્ષે ડેમમાં કુલ સ્ટોરેજ ના 52.4 % પાણી હતું જ્યારે આ વર્ષે 58 % પાણી નો જથ્થો ઉપલબ્ધ છે.

6915 ક્યુસેક
હાલ ડેમમાંથી સિંચાઈ અને પીવાના પાણી અર્થે દૈનિક કુલ 6915 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

345 ફૂટની ક્ષમતા
ગત ચોમાસાના અંતે 7 ઓક્ટોબર 21 ના રોજ ડેમની સપાટી પોતાની પૂર્ણ ક્ષમતા મુજબ 345 ફૂટ હતી

62625 સ્ક્વેર મીટર
ઉકાઈ ડેમનો કેચમેન્ટ એરિયો છે જે ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલો છે.

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા ને એક વર્ષ સુધી ચાલે એટલો જથ્થો ઉકાઈ ડેમમાં હાલ ઉપલબ્ધ છે ગત વર્ષે ડેમ ની સપાટી 321.49 ફૂટ હતી જ્યારે આ વર્ષે સપાટી 324.94 ફૂટ નોંધાઇ

અન્ય સમાચારો પણ છે...