પીવાના પાણી બાબતે મુશ્કેલી:સોનગઢના ખાંજરમાં મિની પાણી પુરવઠા યોજનાની ટાંકી બિનઉપયોગી

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનગઢના ગામડામાં મિની ટાંકી બાબતે આ જ સ્થિતિ

સોનગઢ તાલુકાના ખાંજર ગામે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ બનાવવામાં આવેલ મિની પાણી પુરવઠા યોજના અન્વયે મુકવામાં આવેલી ટાંકી હાલ બંધ સ્થિતિ માં હોય ગ્રામજનો ને પીવાના પાણી બાબતે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. ખાંજર મુખ્ય રોડ વિસ્તારમાં પીવાના પાણી બાબતે પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઇ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગત વર્ષોમાં 3.30 લાખના ખર્ચે મિની પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી.

યોજના અન્વયે નાની ટાંકી બનાવી ફળિયામાં ઘરે ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યા હતા. જોકે આ યોજના શરુ થયા ના થોડા જ સમયમાં યોજના ની સાથે બોર પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રિક મોટર બળી જતા ટાંકીમાં પાણી ભરવાનું બંધ ગયું હતું. એ સાથે જ ઉનાળામાં બોરમાં પાણીના સ્તર નીચે ઉતરી જતાં અને અન્ય કેટલાક કારણોસર ટાંકી સહિતની યોજના બંધ પડી જતા ફળિયાવાસીઓને ફરીથી હેન્ડપંપના માધ્યમ થી પાણી મેળવવાનો વારો આવ્યો છે.

જ્યારે ટાંકી ના આસપાસ ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે અને એ બિન ઉપયોગી પડી છે.હાલ મિની પાણી પુરવઠા યોજનાની ટાંકી બંધ હોવાને કારણે ગૃહિણી હેન્ડપંપના માધ્યમથી પાણી મેળવે છે અને મિની પાણી પુરવઠા યોજના ફળિયામાં માત્ર શોભા વધારતી ઉભી છે. યોજના બંધ હોવાથી ખાસ કરીને ઉનાળાના દિવસોમાં વધુ તકલીફ પડે છે.

સોનગઢ તાલુકાના મોટે ભાગના ગામડાઓમાં મિની ટાંકી બાબતે આ જ સ્થિતિ છે. જિલ્લા પાણી પુરવઠા બોર્ડ યોગ્ય ધ્યાન આપી બંધ મીની પાણી પુરવઠા યોજના ફરીથી શરુ થાય એવાં પ્રયત્ન કરે તેવી માગ ગ્રામજનોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...