ઉદ્ઘાટન:સોનગઢમાં જયપાલસિંહ મુંડા લાઈબ્રેરીનો શુભારંભ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોનગઢ નગરમાં લાઈબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થીત આગેવાનો. - Divya Bhaskar
સોનગઢ નગરમાં લાઈબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થીત આગેવાનો.
  • નગરજનોને 2479થી વધુ પુસ્તકોનું જ્ઞાન પિરસવા માટે પુસ્તકાલય ખુલ્લું મુકાયું

શક્તિ ટ્રસ્ટ અને માનવ અધિકાર કેન્દ્ર,સોનગઢ ખાતે શુક્રવારના રોજ શ્રી જયપાલસિહ મુંડા લાઈબ્રેરી ના ઉદ્ઘાટન નો કાર્યક્રમ યોજાયો હતો.એ સાથે જ ઉપસ્થિત મહેમાનો ના હસ્તે નવચેતના મેગેઝિન નું વિમોચન પણ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત માં નર્મદા જિલ્લા માહિતી વિભાગના સિનિયર સબ એડિટર ઊર્મિલાબેન મહાલા દ્વારા જયપાલ સિહ મુંડા લાઈબ્રેરી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તમામ મહેમાનો એ લાઈબ્રેરી અને તેમાં મુકવામાં આવેલા પુસ્તકો નિહાળ્યા હતા.

આ ઉદ્ઘાટન કાર્યક્રમ ના મુખ્ય મહેમાનો તરીકે નર્મદા જિલ્લા માહિતી વિભાગના સિનિયર સબ એડિટર ઊર્મિલા બહેન મહાલા,વ્યારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ના સરકારી વકીલ મનોહરભાઈ,ગુજરાત રાજ્ય GPSC ના માજી ચેરમેન મૂળચંદ્ર ભાઈ રાણા ,ગુજરાતી ભાષાના પ્રોફેસર ડૉ.સ્વપ્નિલ ભાઈ મહેતા,શક્તિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ઝેવિયર ભાઈ ,સમાજસેવા મંડળ રાજપીપળા ના ડાયરેક્ટર સોનલ બહેન ગામીત,સરકારી લાઈબ્રેરીના નિવૃત ગ્રંથપાલ ધનસુખભાઈ ,શક્તિ ટ્રસ્ટના ડાયરેક્ટર રમેશભાઈ તડવી,સાત તાલુકા માંથી આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ ના પ્રમુખ સહિત ના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.

અંતે શક્તિ ટ્રસ્ટ ના ડાયરેક્ટર રમેશભાઈ તડવી દ્વારા સંસ્થાનો પરિચય અને પ્રવૃત્તિઓ વિશે ચર્ચાઓ કરી જેમાં સંસ્થા કાયદાકીય માર્ગદર્શન આપે છે. જુદા જુદા કોર્ટ બહારના કેસોનું વિનામૂલ્યે સમાધાન પણ કરાવે છે.નવી શરૂ થયેલી જયપાલસિહ મુંડા લાઈબ્રેરી માં કુલ 2479 પુસ્તકો મુકવામાં આવ્યા છે.જેવા કે સામાજિક ,કાયદાકીય,વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષા ને અને આદિવાસી સમાજને લગતા પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આ લાઈબ્રેરી માં પુસ્તકો વાંચનનો સમય સવારે 9.30 થી 4-30 વાગ્યા સુધી જ્યારે શનિવારે બપોરે 2.30 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.કાર્યક્રમના અંતે નવચેતના પ્રોગ્રામ ના બાળકો દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલેશ ભાઈ,અમીતા બહેન દ્વારા કરવામાં આવ્યું હતું અને છેલ્લે રેહાનતા બહેને ઉપસ્થીત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...