પિતા-પુત્રનો ઝઘડો:સાતકાશીમાં પિતાએ આડેધડ કુહાડીના ઘા મારતા પુત્રનું મોત

સોનગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કામધંધો કરતો ન કરનારા દીકરાને ઠપકો આપતા થયો ઝઘડો

સોનગઢ તાલુકાના સાતકાશી ગામે એક પિતાએ પોતાના પુત્ર સાથે ઝઘડો થયા હતો. દરમિયાન ઉશ્કેરાટમાં આવી ગયેલા પિતાએ પુત્ર પર કુહાડીના આડેધડ ઘા મારી તેની હત્યા કરી નાંખી હોવાનો બનાવ નોંધાયો છે. ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે સોનગઢ પોલીસ પાસે મળેલી વિગત મુજબ સોનગઢ તાલુકાના બોરદા પંથકમાં આવેલ સાતકાશીના ટાંકી ફળિયા માં રહેતાં મનુભાઈ ફૂલસિંગ વસાવા પત્ની અને પરિવાર રહે છે અને તેઓનો એક પુત્ર અમિતભાઈ વસાવા (25) કરી ને હતો.અમિત વસાવા હાલ કોઈ પણ પ્રકારનો કામ ધંધો કરતો ન હોવાથી આ મુદ્દે બાપ દીકરા વચ્ચે અવાર નવાર ઝઘડા થયા જ કરતાં હતાં અને અમિત પિતા મનુભાઈના કહ્યા માં પણ ન હતો.

ગત રોજે પણ કામ ધંધા ન કરવાની બાબતે પિતા મનુભાઈ અને પુત્ર અમિત વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન ભારે ઉશ્કેરાટ માં આવી ગયેલા મનુ ભાઈ વસાવા એ ઘર માં રાખેલ કુહાડી લઈ આવી તેના વડે પુત્ર ના ગળાના ભાગે માથામાં અને છાતીના ભાગે આડેધડ ઘા મારતાં તે લોહી લુહાણ થઈ ઢળી પડ્યો હતો. બાદમાં આ બનાવમાં ગંભીર ઇજા પામેલા પુત્ર એવાં અમિત વસાવાનું કરુણ મોત થયું હતું.

હત્યાના આ બનાવ અંગે સોનગઢ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે અમિતની માતા એવાં ગિમલીબહેન વસાવાએ પોતાના પતિ મનુભાઈ ફુલ સિંગ વસાવા સામે જ પુત્રની હત્યા અંગેની ફરિયાદ લખાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...