કાર્યવાહી:ભટવાડામાં જંગલની જમીન પરનું દબાણ ખાલી કરાવી લાભાર્થીને કબજો અપાયો

સોનગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદાર ખેડૂત સન 2005થી જંગલની જમીન પર કબ્જો ધરાવે છે

સોનગઢના ભટવાડા ગામે રહેતાં ગુમાનભાઈ વસાવા ખેરવાડા રેંજ વિસ્તાર માં તાપી કિનારે આવેલા કંપાર્ટમેન્ટ નંબર 63 ની જંગલ ની જમીન પર સને 2005 થી કબ્જો ધરાવે છે અને ખેડાણ કરે છે.આ જંગલ જમીનની તેઓએ કાયદેસરની કાર્યવાહી કરી દાવા અરજીથી માંગણી કરી હતી.

આ જમીન પર ખેરવાડા ગામે દરગાહ નજીક રહેતા મકસુદ અન્સારીએ દબાણ કરી લીધું હતું અને ખાલી કરતો ન હતો.ગુમાન ભાઈ જ્યારે પણ પોતાને જમીન પર ખેડાણ કરવા જતા હતાં ત્યારે આ મકસુદ ઝઘડો કરી ધમકી આપી ભગાવી દેતો હતો.આ વર્ષે પણ અરજદાર ખેડૂત જમીન પર ખેડાણ કરવા ગયા ત્યારે સામે વાળાએ ઝઘડો કર્યો હતો.

આખરે ગુમાન ભાઈએ સ્થાનિક વન અધિકાર સમિતિ સભ્યો ને જાણ કરી હતી. આ સંદર્ભે વન અધિકાર સમિતિ સભ્યો સ્થળ પર પહોંચી જમીનનું નિરીક્ષણ કર્યું હતું અને અરજદારની વાતમાં તથ્ય હોવાનું જાણ્યું હતું. સમિતિએ મકસુદ અન્સારીને પણ બોલાવ્યો હતો પરંતુ એ સ્થળ પર આવ્યો ન હતો.આખરે અરજદાર અને જમીન ના સાચા અધિકાર જેમની પાસે છે એવા ગુમાનભાઈ વસાવાએ વન અધિકાર સમિતિ સભ્યોની હાજરીમાં ટ્રેક્ટર વડે જમીનનું ખેડાણ કરી કબ્જો મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...