હાલાકી:APMCના ભાવે ડાંગર ખરીદવાની ગતિ ધીમી હોય, ખેડૂતોનો સમય બગડે છે

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્છલ ખાતે જગ્યા પણ ઓછી હોય ખરીદ કરેલું ડાંગર કુકરમુંડા ગોડાઉન પર મોકલાય છે

ઉચ્છલ તાલુકા મથકે આવેલ પુરવઠા નિગમ ના ગોડાઉન પર ખેડૂતો પાસે એમએસપી ના ભાવે ડાંગર ખરીદવા માં આવે છે.જો કે કામગીરી ઘણી ધીરી ચાલતી હોવાથી ખેડૂતોનો સમય બગડે છે. ઉચ્છલ તાલુકાના ડાંગર ની ખેતી કરતાં ખેડૂતો પોતાનું ડાંગર સરકાર ની એમએસપી યોજના હેઠળ ઉચ્છલ ખાતે આવેલ પુરવઠા નિગમ ના ગોડાઉન પર જમા કરાવે છે.આ અંગે ખેડૂતો એ અગાઉ થી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને ત્યારબાદ મોબાઈલ પર મેસેજ આવ્યાં બાદ પોતાનો ડાંગર નો જથ્થો લઈ નિગમ ના ગોડાઉન પર પહોંચવા નું હોય છે.

જો કે સરકાર તરફ થી આવતાં મેસેજ માં માત્ર તારીખ નો જ ઉલ્લેખ હોય છે પણ સમય અંગે નો કોઈ ફોડ પાડવામાં આવતો નથી જેથી જે તે તારીખે ખેડૂતો ડાંગર લઈ વહેલી સવારે ગોડાઉન પર પહોંચી જતાં હોય છે અને ઘણી વખત તેમનો નંબર સાંજે આવતો હોય છે આમ ખેડૂતો ભૂખ્યા તરસ્યાં વારો આવે એવી આશા સાથે આખો દિવસ બેસી રહેતાં હોય છે.

આમ જે તે દિવસે મેસેજ ધરાવતાં ખેડૂતો ને એક સાથે જ બોલાવી લેવા તાં હોવાથી સમસ્યા ઉભી થતી હોય છે.એ સાથે જ ઉચ્છલ ગોડાઉન પર ડાંગર મૂકવા માટે પૂરતી જગ્યા નો પણ અભાવ હોવા ના કારણે ટૂંકા ગાળા માં આ જગ્યા ડાંગર થી ભરાઈ જતી હોય છે. તંત્ર દ્વારા ડાંગર નો કુલ જથ્થો કુકરમુંડા ગોડાઉન પર મોકલ્યા બાદ ફરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.આમ આ પ્રક્રિયા ઘણી ધીરી ચાલતી હોવાથી ખેડૂતોના સમય નો બગાડ થતો હોય છે.

નિયમ સુધારની જરૂર
એમએસપી યોજના હેઠળ ડાંગર ખરીદવાની યોજના સારી છે અને તેનો લાભ ખેડૂતો લઈ રહ્યાં છે પણ હજી પ્રચાર પ્રસાર કરવાની જરૂરિયાત છે.એ સાથે ઉચ્છલ ગોડાઉન ની સમસ્યા બાબતે પણ તંત્ર એ ધ્યાન આપવાની જરૂર છે.હાલ માં સાત બાર પ્રમાણે નક્કી થયેલા કોટા મૂજબ જ ડાંગર ખરીદાય છે ત્યારે ખેડૂતો એ વધારા નું ડાંગર પરત લઈ જવાની નોબત આવે છે.આ નિયમ સુધારની જરૂર છે. ચંદ્રકાંતભાઈ વસાવા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...