નંદુરબાર શહેર ના સરાફા બજારમાં એક સોની ની દુકાને બેઠેલા મોટી ઉંમર ના વ્યક્તિ ને છેતરી ને ચાર અજાણ્યા ઇસમો પાંચ થી છ કિલો જેટલી સોનું મીશ્રીત માટી ચોરી કરી નાસી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. નંદુરબાર પોલીસ મથકે વૃંદાવન કોલોની નંદુરબાર ખાતે રહેતાં યગ્નેશ મહેશ ભાઈ સોની એ આપેલી ફરિયાદ અનુસાર તેઓ શહેરના સરાફા બજાર વિસ્તાર માં શ્રી જી દીપ જ્યોતિ ડ્રાય કટર્સ ની દુકાન ધરાવે છે.અહીં તેઓ સોનાનું ડ્રાય કટિંગ નું કામ કરે છે અને આ કામગીરી દરમિયાન જે માટી નો વપરાશ થાય છે એની સાથે સોના ના કણ પણ રહી જતાં હોય છે અને બાદ માં આવી સોનું મીશ્રીત માટી તેઓ વેચાણ કરી દેતાં હોય છે.
ગત 24 મી ફેબ્રુઆરી ના દિવસે એમની પર ગુજરાત રાજ્યમાં રહેતો જયદિપ નામના ઈસમે મોબાઈલ પર કોન્ટેક્ટ કરી આ માટી ખરીદવા ની વાત કરી હતી પણ યગ્નેશ ભાઈ પરિવાર સાથે બહાર ગામ હોય બે દિવસ પછી મળવા જણાવ્યું હતું. 26 મી એ સવારે તેમની દુકાને તેમના પિતા મહેશ ભાઈ સોની બેઠા હતાં ત્યારે ચાર અજાણ્યા ઇસમો તેમને ત્યાં આવ્યાં હતાં અને કહ્યું કે તમારા દીકરા સાથે આ માટી ખરીદવા માટે વાત થઈ ગઈ છે પણ એ આવે ત્યાં સુધી તમે માટી દેખાડો એટલે અમે ચેક કરી લઈએ.આથી મહેશભાઈ એ તેમને અંદાજિત પાંચ થી છ કિલો જેટલી સોનું મીશ્રીત માટી ચેક કરવા આપી હતી.
દરમિયાન આ ઇસમો યેન કેન પ્રકારે વડીલ ની નજર ચૂકવી આ સોનું મીશ્રીત માટી લઈ નાસી ગયાં હતાં.થોડી વાર પછી મહેશ ભાઈ ને આ વાત ની જાણ થતાં તેમણે બૂમાબૂમ કરી હતી પણ ચોર ઇસમો માટી લઈ નાસી જવામાં સફળ રહ્યા હતાં. આ બનાવ અંગે નંદુરબાર પોલીસ મથકે યગ્નેશ ભાઈ એ અજાણ્યા ચોર ઇસમો સામે રૂ.3,50,000 ની કિંમત ની માટી ચોરી નાસી જવા સંદર્ભે ફરિયાદ આપતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.