વિરોધ પ્રદર્શન:વન વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

સોનગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડતર માંગણી અંગે નિર્ણય ન લેવાતાં હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ

ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ગત 23મી ઓગસ્ટના દિવસે મંડળ દ્વારા પ્રશ્નોનો નિકાલ ન આવે તો અચોક્કસ મુદતની રજા પર જવાની જાણ કરી હતી. એ મુજબ તાપી જિલ્લામાં પણ તમામ વનરક્ષકો અને વનપાલો તારીખ 6 સપ્ટે.થી હડતાળ પર ચાલ્યા ગયા હતાં.

ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના આદેશ મુજબ તાપી જિલ્લાના અંદાજિત 200થી વધુ વન રક્ષક અને વનપાલ ની ગ્રેડ-પે સહિતની માંગણીઓ સરકાર નહીં સ્વીકારતા તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા હતાં અને સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડત ઉપાડી હતી. વનવિભાગના કર્મચારીઓના ગ્રેડ-પે, રજા પગાર, બઢતીના 1:3ના રેશીયા જેવી માંગણીઓના મુદ્દે અનેક વખત વનવિભાગમાં અને સરકારને રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ હજી સુધી આવ્યું નથી.

કર્મચારી મંડળ દ્વારા એમની માંગણીઓ બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવે તો તારીખ 06/09/22 થી વન વિભાગના વનપાલ અને વનરક્ષકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવા ના હોવાની બાબતે અગાઉથી જાણ કરી હતી. આમ છતાં સરકાર પક્ષે કર્મચારીઓના પ્રશ્નો અંગે ઉદાસીનતા દાખવતાં તેઓએ હડતાળનો સહારો લીધો છે. આ પછી પણ કર્મચારીઓ ગાંધી ચીંધ્યા માર્ગે હડતાળ આગળ ધપાવવાના હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...