મન્ડે પોઝિટિવ:આખું વર્ષ 5 જિલ્લાની તરસ છિપાવ્યા બાદ પણ હજી ઉકાઇ ડેમમાં 46 ટકા પાણી

સોનગઢ14 દિવસ પહેલાલેખક: દીપક શર્મા
  • કૉપી લિંક
  • ગત વર્ષ કરતાં હાલ ડેમમાં પાણી બે ફૂટ વધારે, પાણીનો સંગ્રહ પણ 258 McM વધુ

દક્ષિણ ગુજરાત માટે મહત્ત્વ નો ગણાતાં તાપી નદી પર નો ઉકાઈ ડેમ માં હાલમાં શનિવારે 3409 mcm પાણી એટલે કે 45.98 % જેટલું પાણી ઉપલબ્ધ છે, જેથી જુલાઈ-ઓગસ્ટ માસ દરમિયાન ઉપરવાસમાં આવેલાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં જોરદાર વરસાદ નોંધાઇ તો ઉકાઈ ડેમ આ વર્ષે ઝડપ થી ભરાઈ જવાની સંભાવના છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા ત્રણ વર્ષથી સંતોષકારક વરસાદ નોંધાતા વરસાદી પાણીની સીધી આવક ઉકાઈ ડેમમાં થતી હોય છે. જેથી ડેમમાં પાણીની આવક જાવક ની ગણતરી કરી ઓક્ટોબર માસ ના અંતે ડેમ પૂર્ણ રીતે 345 ફૂટની સપાટી પર લઈ જવામાં આવે છે. હાલ ડેમ માં 3409 mcm પાણી ઉપલબ્ધ છે જે તેની કુલ ક્ષમતાના પ્રમાણમાં 45.98 % જેટલું ગણાય છે, જેથી ઉપરવાસમાં જો જુલાઈ-ઓગસ્ટ માસ દરમિયાન ભરપૂર વરસાદ થાય તો રુલ લેવલ જાળવી રાખવા માટે ઉકાઈ ડેમ માંથી શરૂઆતથી જ પાણી છોડવાની શક્યતા છે.

ગત વર્ષે 11મી જૂને ડેમમાં 3151 mcm પાણી ઉપલબ્ધ હતું અને ડેમની સપાટી 315 ફૂટ હતી જે આ વર્ષે 11મી જૂને ડેમની સપાટી 317 ફૂટ છે અને ડેમમાં પાણીનો સંગ્રહ 3409 mcm એટલે કે ગત વર્ષ કરતાં 258 mcm જેટલું પાણી વધારે સંગ્રહ થયેલ છે. સને 2021 માં તારીખ 10/9/21 ના રોજ ડેમની સપાટી 340 ફૂટ નજીક પહોંચતાં ડેમ માંથી 21554 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે હવામાન ખાતા ની આગાહી પ્રમાણે સારો વરસાદ નોંધાઇ તો ઓગસ્ટના અંતે જ ડેમ માંથી પાણી છોડાવવાની શક્યતા છે.

7414 mcmની સંગ્રહક્ષમતા સામે હાલ 3409 mcm પાણી ડેમમાં ઉપલબ્ધ છે
તાપી નદી પરના ઉકાઈ ડેમ થકી દક્ષિણ ગુજરાત ના પાંચ જિલ્લા માં સિંચાઇ અને પીવા નું પાણી તથા ઉદ્યોગોને વપરાશનું પાણી આપવામાં આવે છે. ડેમની પાણીની કુલ સંગ્રહ ક્ષમતા 7414 mcm છે, એના પ્રમાણમાં હાલ 3409 mcm પાણી ડેમમાં ઉપલબ્ધ છે.

કુલ ક્ષમતાના 45.98 % જેટલું ગણાય છે અને બીજી રીતે જોઈએ તો ડેમ માં 4200 mcm પાણી નો સંગ્રહ થાય એટલે એક વર્ષ સુધી સિંચાઇ સહિત ના પાણી આપી શકાય છે. ડેમની હાલની સપાટી 317 ફૂટ છે જે ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 28 ફૂટ જેટલી જ દૂર છે.

જૂનમાં ગત વર્ષે સપાટી 317 ફૂટ હતી, હાલ 319 ફૂટ
ગત વર્ષ એટલે કે પહેલી જૂન 2021ના દિવસે ડેમની સપાટી 317 ફૂટ હતી જેના પ્રમાણમાં આ વર્ષે પહેલી જૂને સપાટી 319 ફૂટ હતી. ગત વર્ષે 11મી જૂને ડેમમાં 3151 mcm પાણી ઉપલબ્ધ હતું જ્યારે આ વર્ષે 3409 mcm પાણી ડેમમાં હોય ગત વર્ષ કરતાં આ વર્ષે કુલ 258 mcm પાણીનો વધુ સંગ્રહ થયો છે.

જુલાઈ માસમાં ડેમમાં પાણીની આવક શરૂ થવાની આશા
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માંથી મોટે ભાગે જુલાઈ માસ માં ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક શરૂ થતી હોય છે. ગત વર્ષે 23 મી જુલાઈ એ ઉપરવાસમાં આવેલા હથનુર ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.એ જ રીતે આ વખતે પણ જુલાઈમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થવાની ધારણા છે.

ગત વર્ષે 7 ઓક્ટોબરે ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો
ઉકાઈ ડેમ છેલ્લા ત્રણ વર્ષ થી સતત તેની પૂર્ણ સપાટી એટલે કે 345 ફૂટ સુધી ભરાઈ જાય છે.2019 માં સાતમી ઓક્ટોબરે ડેમ ની સપાટી 345.02 ફૂટ થઈ હતી જ્યારે 2020 માં પહેલી ઓક્ટોબરે જ ડેમ ના પાણી 345 ફૂટ પર પહોંચી ગયા હતાં અને ગત વર્ષે 2021 માં સાતમી ઓક્ટોબરે ડેમના પાણી તેની પૂર્ણ સપાટી 345 ફૂટ પર પહોંચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...