સોનગઢ તાલુકાના પાથરડા અને સિંગલખાંચના ગ્રામજનોએ પોતાની ઘણા સમયથી ચાલી આવતી માંગણીઓ સંતોષવામાં ન આવતાં આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. સોનગઢ તાલુકાના પાથરડા અને સિંગલખાંચ ગામ ના લોકો એ ગત થોડા દિવસ પહેલા ઉકાઈ પંચાયત ની ગ્રામ સભા યોજવાના મુદ્દે રસ્તા રોકો સહિતનું આંદોલન કર્યું હતું.
તે સમયે તંત્ર દ્વારા પંચાયતના ઠરાવ ઓનલાઈન કરવા સાથે તેમના પ્રશ્નના નિકાલની ખાત્રી આપી હતી.જો કે બાદ માં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ જતાં આ માંગણી સંદર્ભે આગળ કાર્યવાહી થઈ ન હતી.આ બાબતે ગુરુવારે સોશિયલ મીડિયામાં આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરવાનો મેસેજ વાયરલ થયો હતો, જેથી સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું.
શુક્રવારે સોનગઢ મામલતદાર અને ગ્રામજનો વચ્ચે વાતચીત થઈ હતી અને મામલતદાર દ્વારા ગ્રામજનો ને સમજાવી ચૂંટણી બહિષ્કારનું એલાન પાછું ખેંચવા અપીલ કરી હતી. જો કે શુક્રવારે સાંજે યોજાયેલી ગ્રામજનોની એક સભામાં લેવાયેલા નિર્ણય મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.