સોનગઢ ઉકાઈ રોડ પર આવેલા ગુણસદા ગામ ની સીમમાં એક ટેન્કર ચાલકે પોતાનું ટેન્કર ગફલત ભરી રીતે હંકારી રોડ થી પસાર થતી એક બાઈક ને ટક્કર મારી હતી.આ બનાવમાં માથા માં ગંભીર ઇજા પામેલાં બાઈક ચાલક નું સારવાર દરમિયાન મોત થયું હતું. સોનગઢના વાગદા ગામે નદી ફળિયામાં રહેતાં અવિત ભાઈ સુભાષ ભાઈ ગામીત ગુરુવારે સાંજ ના સમયે પોતાની માલિકી ની યામાહા બાઈક નંબર GJ-05-MS-3458 લઈ સોનગઢ તરફ આવ્યા હતાં.
આ સમયે વ્યારા ખાતે નોકરી કરતાં અવિત ગામીત નો મિત્ર યોહાન ગામીત અને ઇન્દ્રજીત ગામીત બંને રહેવાસી ગુણસદા તેને મળ્યાં હતા અને ત્રણે મિત્રો મોડે સુધી સોનગઢ ખાતે વાતચીત કરતાં બેઠા હતાં.રાત્રે 9.45 કલાક ના સમયે અવિત અને યોહાન ગામીત પોતપોતાની બાઈક લઈ ને જ્યારે ઇન્દ્રજીત ભાઈ કાર લઈ ઘર તરફ જવા નીકળ્યા હતા.
અવિત પોતાની યામાહા બાઈક પર આગળ ચાલતો હતો તે ગુણસદા ના હાર્દિક પેટ્રોલપંપ પાસે થી પસાર થતો હતો ત્યારે કોઈ અજાણ્યો ટેન્કર ચાલક પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી પેટ્રોલપંપ થી ડીઝલ ભરાવી અચાનક રોડ તરફ આવી ગયો હતો અને તેણે અવિત ની બાઈક ને અડફેટે લઈ લીધી હતી.આ અકસ્માત ના બનાવ માં અવિત રોડ પર ફેંકાઈ ગયો હતો અને માથામાં અને શરીરે ગંભીર ઇજા પામ્યો હતો.
આ અકસ્માત અંગે તેની પાછળ જ આવી રહેલાં મિત્રો ને જાણ થતાં તેઓ ગંભીર ઇજાગ્રસ્ત અવિત ગામીત ને પોતાની કાર માં સોનગઢ ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને બાદ માં તેને વધુ સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન અવિત ગામીત નું મોત નીપજ્યું હતું.આ અકસ્માત ના બનાવ અંગે યોહાન ગામિતે અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા ટેન્કર ચાલક સામે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.