આકર્ષણનું કેન્દ્ર:દોણમાં મહાદેવ મંદિર પાસેના ગૌમુખ ધોધ પર શ્રાવણમાં ભક્તો ઉમટ્યા

સોનગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનગઢથી અંદાજિત 18 કિમિ દૂર આવેલા દોણ ગામ નજીક જંગલ વિસ્તારમાં ગૌમુખ મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિર સોનગઢ ઓટા સ્ટેટ હાઇવે પર દોણ ગામથી 4 કિલોમીટર જેટલું અંદર આવેલ છે. હાલ શ્રાવણ માસ હોય, ગૌમુખ મહાદેવના દર્શને લોકોની ભીડ જામી રહી છે, સાથે મંદિરે આવતાં ભક્તો મંદિર નજીક આવેલ પાણીના ધોધની મુલાકાત લેવાનું ચૂકતા નથી. આ ધોધ અંદાજિત 15 ફૂટ ઉપરથી પડે છે, અને હાલના તે પોતાની પૂર્ણ કલા સાથે ખીલી ઉઠ્યો છે. આ સ્થાન અને ધોધની મુલાકાતે સુરત સહિત અન્ય શહેરના અને મહારાષ્ટ્રના લોકો પણ આવે છે.

આ જ માર્ગથી અન્ય 2 ધોધ પર જવાય છે
હાલ ગૌમુખ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ માર્ગ પરથી અન્ય બે ધોધની મુલાકાતે પણ જવાતું હોવાથી પ્રવાસીઓ ગૌમુખના ધોધની અવશ્ય મુલાકાત લેવાનું ચૂકતા નથી.

અન્ય સમાચારો પણ છે...