અકસ્માત:કેળકુઈ પાસે બાઇક સ્લીપ થતાં ઘવાયેલા ડાંગના યુવકનું મોત

સોનગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રીને બેસાડી નલોઠા જતી વેળાએ અકસ્માત નડ્યો હતો

વ્યારા તાલુકાના કેળકુઈ ગામની સીમમા બાઇક સ્લીપ થતાં ઘવાયેલા બાઈક ચાલક યુવકને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રીને સામાન્ય ઇજા થવા સાથે બચાવ થયો હતો. મળેલી વિગત પ્રમાણે ડાંગ જિલ્લાના સિંગાણા ગામના મંદિર ફળિયામાં રહેતાં કમલેશભાઈ સોમા ભાઈ પવાર પોતાના પરિવાર સાથે શેરડી કાપવા ની મજૂરી નું કામ કરતાં હતાં. દિવાળીની રજા બાદ ગત 2 જી નવેમ્બરે સાંજે તેઓ પોતાની બાઈક નંબર GJ-30-E-1529 પર દીકરી અંજલિને બેસાડી નલોઠા ગામે શ્રમજીવીના પડાવ તરફ જવા નીકળ્યાં હતાં.

આ બાઈક વ્યારા તાલુકાના કેળકુઈ ગામ ની સીમમાં થઈ પસાર થતી હતી ત્યારે બાઈક ચાલક કમલેશ પવારે પોતાની બાઈક પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી બાઈક ને રોડ સાઈડ પર સ્લીપ ખવડાવી દીધી હતી જેથી બાઈક સવાર બંને બાપ દીકરી રોડ પર ફંગોળાઈ ગયા હતાં. આ બનાવમાં કમલેશભાઈને માથામાં અને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી જ્યારે દીકરીને સામાન્ય ઇજા થવા સાથે તેનો બચાવ થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કમલેશભાઈને આહવા ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા બાદ વધુ સારવાર માટે વ્યારાની સરકારી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...