ચૂંટણી:છેલ્લી 2 ચૂંટણી કરતા આ વેળા ઉમેદવારો ઓછા પણ રસાકસી વધશે

સોનગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017માં વિધાનસભાની ચૂંટણીમાં સુરત અને તાપી જિલ્લાની આઠ બેઠક પર 64 ઉમેદવારો હતાં આ વખતે ઘટીને 56 થઈ ગયા

સુરત અને તાપી જિલ્લામાં આવેલ આઠ બેઠક પર ગત 2017ના વર્ષમાં યોજાયેલી વિધાન સભાની ચૂંટણીમાં 64 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જ્યારે આ વખત ની ચૂંટણી માં 56 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉભા રહ્યાં છે. છેલ્લી બે ચૂંટણી દરમિયાન આ વખતે સહુથી ઓછાં ઉમેદવાર આ વેળાની ચૂંટણીમાં ઉભા રહ્યાં છે. ઉમેદવારો ઓછાં થવાના કારણોમાં જિલ્લામાં પાટીદાર આંદોલનનું સમાપન, નાના પક્ષને મળતો ઓછો પ્રતિભાવ, મોંઘવારી અને ચૂંટણીપંચની કડક ગાઈડ લાઈન સહિતના અન્ય કારણોનો સમાવેશ થાય છે.

સુરત અને તાપી જિલ્લાની આ વખતની વિધાનસભાની ચૂંટણી માં આઠ બેઠક પર કુલ 56 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. એમાં ભાજપ, કોંગ્રેસ સહિતના નાના પક્ષો અને અપક્ષનો સમાવેશ થાય છે. આ વખતે સુરત તાપી જિલ્લામાં શહેરી વિસ્તાર સાથે સંકળાયેલી ઓલપાડ બેઠક પર સહુથી વધુ 15 ઉમેદવાર ચૂંટણી જંગમાં છે. જ્યારે એસ ટી માટે અનામત ગણાતી મહુવા બેઠક પર માત્ર 03 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. ગત વર્ષે કામરેજ બેઠક પરથી 14 ઉમેદવાર ચૂંટણી લડ્યા હતાં. જ્યારે આ વખતે સીધા અડધા એટલે કે માત્ર 07 ઉમેદવાર ચૂંટણી જંગમાં છે.

બે જિલ્લામાં ઓલપાડ બેઠક પર ગત ચૂંટણીના 13 ઉમેદવારના પ્રમાણમાં આ વખતે 15 ઉમેદવાર છે. જ્યારે માંડવી બેઠક પર ગત અને આ ચૂંટણી માં એક સરખા એટલે કે 07 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. એ સિવાયની માંગરોળ કામરેજ, મહુવા, વ્યારા અને નિઝરમાં ગત ચૂંટણી કરતાં આ વખતે ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ ઘટાડાના કારણોમાં મોંઘવારી સહિતના અન્ય કારણોનો સમાવેશ થાય છે. સને 2012માં બંને જિલ્લામાં થઈ 66 ઉમેદવાર, સને 2017 માં 64 ઉમેદવાર અને જ્યારે હાલની 2022ની ચૂંટણીમાં 56 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉભા રહ્યાં છે.

આ વખતે આપના ઉમેદવારો વધ્યા પરંતુ નાના પક્ષોમાંથી લડતા ઉમેદવારોમાં ઘટાડો
કામરેજમાં 14 ઉમેદવારો હતા, આ વખતે માત્ર 8
સુરત જિલ્લાની કામરેજ બેઠક પર ગત ટર્મમાં બે મુખ્ય પક્ષના ઉમેદવારો અને પાંચ અપક્ષ તથા 07 આપ સહિતના નાના પક્ષોના ઉમેદવાર મળી કુલ 14 ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રહ્યાં હતાં4 જ્યારે આ વખતે ઉમેદવારોની સંખ્યા 08 રહી ગઈ છે.અહીં ઉમેદવાર ઘટવા ના કારણો પર નજર નાખીએ તો 2017માં સરકાર સામે પાટીદાર સમાજ નું આંદોલન ચાલતું હતું જેથી સમાજના લોકો સરકારના વિરોધ માં હતાં. આ વિરોધ દર્શાવવા માટે પાંચ જેટલાં અપક્ષ અને 07 નાના પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું4 જેથી તે સમયે ઉમેદવારની સંખ્યા 14 હતી. આ મુદ્દો હાલ અપ્રસ્તુત છે ત્યારે ઉમેદવારની સંખ્યા ઘટી છે.

નાની પ ાર્ટીઓમાંથી ચૂંટણી લડવા કોઇ તૈયાર નથી
અગાઉની 2012 અને 2017 ની ચૂંટણી માં બહુજન સમાજ પાર્ટી,જનતા દળ યુનાઇટેડ, કૉમ્યુનિસ્ટ પાર્ટી સહિતની કેટલાય નાના પક્ષોએ ભાગ લીધો હતો અને ઉમેદવારો ઉભા રાખ્યાં હતાં. જો કે સુરત તાપી જિલ્લાના છેલ્લી પાંચ ચૂંટણીના પરિણામ પર નજર નાખીએ તો અહીં માત્ર બે મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારો જ ચૂંટાતા આવ્યા છે. આ કારણે પણ હવે નાના પક્ષ ના નિશાન પર ચૂંટણી લડવા માટે ઝડપથી ઉમેદવાર તૈયાર થતાં નથી. એ સાથે જ સમય અનુસાર અન્ય કેટલાક રાજકીય પક્ષોએ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા નથી જેથી ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

ચૂંટણી ની ગાઈડ લાઈનના ચૂસ્ત પાલનની પણ અસર
ભારત નું ચૂંટણી પંચ સમગ્ર દેશમાં જુદી જુદી ચૂંટણીઓ કરાવે છે. ચૂંટણી પંચ દ્વારા સમય સમય પર ઉમેદવારો માટે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવે છે. તેમાં ઉમેદવારોએ ચૂંટણી અને પ્રચાર દરમિયાન નક્કી કરેલી મર્યાદામાં જ ખર્ચ કરવાનો હોય છે. એ સાથે જ સમય પર આવા ખર્ચનો હિસાબ પણ આપવાનો રહે છે. એ સાથે જ ચૂંટણી પ્રચાર સંદર્ભે પણ ઘણા નિયમો બનાવવામાં આવ્યાં છે અને તેનું પાલન થાય એ બાબતે સ્થાનિક અધિકારી ઓ ધ્યાન રાખે છે.આમ અગાઉ ની ચૂંટણીઓ કરતાં હવે ચૂંટણી પંચની ગાઈડ લાઈન નું ચુસ્ત પણે પાલન કરવામાં આવતું હોવાથી એ કારણે પણ ઉમેદવારની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું લાગી રહ્યું છે.

વધતી મોંઘવારીની પણ ઉમેદવારી પર અસર
એક વિધાનસભાની બેઠકની ચૂંટણી લડવી હોય તો ખર્ચ લાખો રૂપિયા ખર્ચા ય છે. ગત પાંચ વર્ષ પહેલાં ચા નાસ્તાની જ વાત કરીએ તો એક વ્યક્તિ દીઠ 30થી 40 રૂપિયા જેટલો થતો હતો. જો કે આજે નાસ્તામાં મુખ્ય ગણાતું ફરસાણ કિલોના 200 રૂપિયાથી વધીને આજે 300 સુધી પહોંચી ગયું છે જેથી ચા નાસ્તાની ડિશ વ્યક્તિ દીઠ 40થી 50 રૂપિયા જેટલી થઈ ગઈ છે. એ સાથે જ પ્રચારની સામગ્રી જેવી કે સાઉન્ડ સિસ્ટમ,વાહનોમાં ભરવામાં આવતું પેટ્રોલ ડીઝલ સહિતની વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે. જેથી મોંઘવારીની સીધી અસર ઉમેદવારી નોંધાવા પર પણ પડે છે એ હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...