ભિષણ આગ:ઉચ્છલ પીડબલ્યુડીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ ખાતે આવેલા પીડબ્લ્યુડી ગોડાઉનમાં આગ લાગી હતી - Divya Bhaskar
ઉચ્છલ ખાતે આવેલા પીડબ્લ્યુડી ગોડાઉનમાં આગ લાગી હતી
  • ગોડાઉનમાં તમામ જૂનું ફર્નિચર બળી ગયું

ઉચ્છલ તાલુકાના સેવા સદનની સામે આવેલા પીડબલ્યુડીના ગોડાઉનમાં ગુરુવારે સવારે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ ઉભો થઇ ગયો હતો. જો કે સોનગઢ અને નવાપુર પાલિકાના ફાયર ફાઈટરોએ સમયસર પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ઉચ્છલ ખાતે આવેલા પીડબલ્યુડીના ગોડાઉનમાં ગુરુવારે સવારે અચાનક આગે દેખા દીધી હતી. આ આગને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ બની ગયું હતું. સ્થાનિક લોકો આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ આગનું પ્રમાણ વધુ હોય તેઓ નિષ્ફળ રહ્યાં હતાં. એ પછી સોનગઢ અને નવાપુર પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં સોનગઢ પાલિકાના બે અને નવાપુર પાલિકાના એક ફાયર બંબા અને ફાયર ફાઈટરો દોડી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી લગભગ દોઢ કલાકની જહેમત બાદ તેના પર કાબૂ મેળવી લીધો હતો.

આ બનાવમાં ગોડાઉનમાં રાખવામાં આવેલ જૂનું ફર્નિચર સંપૂર્ણ બળીને રાખ થઈ ગયું હતું અને ગોડાઉનના મકાનને પણ મોટું નુકસાન થયું હતું. આ આગના બનાવમાં સોનગઢ પાલિકાના ફાયર ફાઈટરોએ સમયસર સ્થળ પર પહોંચી આગના બનાવ પર કાબૂ મેળવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...