અકસ્માત:મીરકોટ પાસે હાઇવે પર ટ્રક અડફેટે બાઈક ચાલકનું મોત

સોનગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક નવાપુરના રેસ્ટ હાઉસમાં નોકરી કરતાં હતાં

સોનગઢ નવાપુર નેશનલ હાઇવે પર આવેલા મીરકોટ ટ્રકે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત થયું હતું. ઉચ્છલ પોલીસ પાસેથી મળેલી વિગત પ્રમાણે નવાપુર સરકારી રેસ્ટ હાઉસ ના સરકારી ક્વાર્ટર્સ માં રહેતાં હેમંતભાઇ કિશનભાઇ જાધવ રેસ્ટ હાઉસમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં.તેઓ શુક્રવારે સાંજે પોતાની બાઈક નંબર MH-39-AG-4412 લઈ ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામ તરફ ગયા હતા.

તેઓ રાત્રીના 9.45 કલાકના અરસામાં સોનગઢ નવાપુર નેશનલ હાઇવે પર આવેલા મીરકોટ ગામ નજીક થી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક ટ્રક નંબર MH-40-BG-6742 ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હેમંતભાઇ કિશન ભાઈ જાધવ (55) ની બાઈક ને જોરદાર ટક્કર મારી બાદ માં નાસી ગયો હતો.

આ દ્દશ્ય ત્યાંથી પસાર થતાં અને સીપીએમ મિલ માં નોકરી કરતાં અક્ષય ગામીત નામના યુવકે જોયું હતું અને બાદ માં તેણે ટ્રક નો પીછો કરતાં પાંખરી ગામ પાસે પોલીસે ટ્રક પકડી લીધી હતી.આ અકસ્માતમાં માથામાં અને શરીર ના જુદા જુદા ભાગો એ ગંભીર ઇજા પામેલા હેમંતભાઇ ને સારવાર માટે 108 વાન ની મદદ થી સોનગઢ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જો કે ફરજ પર ના હાજર ડૉકટરે હેમંતભાઇ ને તપાસી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...