સોનગઢ તાલુકાના ભાણપુર અને ઉખલદા ગામ ના આંતરિક રસ્તાઓ નું રૂપિયા1.35 કરોડ ના ખર્ચ સાથે નવીનીકરણ કરવામાં આવનાર છે. આ કામ ની ખાતમુહૂર્ત વિધિ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ ના હસ્તે સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે બોલતાં કુંવરજીભાઈ હળપતિ એ જણાવ્યું કે આ વિસ્તારના જરૂરી એવાં વિકાસ ના કામો માટે કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માં આવશે નહીં.છેલ્લા કેટલાય વર્ષો થી અહીં ના ગામડાં ના પ્રશ્નો પેન્ડિંગ હતા જે હાલ રાજ્ય સરકાર માંથી મંજૂર કરાવવામાં આવ્યા છે.આગામી સમય માં ખેડૂતો ને ખેતર ના કુવા પર મૂકવામાં આવતી સોલાર લાઈટ બાબતે સહાય આપવામાં આવશે અને ભવિષ્ય માં ગામડાંમાં સખી મંડળો સંચાલિત રાઈસ મિલ અને દાળ મિલ શરૂ કરવામાં આવનાર છે.
એ સાથે સખી મંડળો દ્વારા ગ્રામ્ય કક્ષા એ ખેડૂતો પાસે ડાંગર પાક ની સીધી ખરીદી કરી શકાય એ માટે ની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવનાર છે. વધુ માં આ વિસ્તારમાં સૈનિક સ્કૂલ શરૂ કરવાનું પણ રાજ્ય દ્વારા આયોજન છે.આ જ વિસ્તારમાં આવેલ કંસરી માતા ના મંદિર અને તેના કૅમ્પસ ને યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવનાર છે.વ્યારા સુગર ફેક્ટરી ઝડપ થી શરૂ થાય એ માટે આદિજાતિ વિભાગ માંથી કુલ 30 કરોડ રૂપિયા ફાળવી આપવામાં આવ્યાં છે.
અને સહુ ને સાથે રાખી આ ફેક્ટરી ઝડપ થી શરૂ થાય એ માટે સરકાર પ્રયત્નશીલ છે.ઉંચામાળા થી ઉખલદા સુધી ના 7.50 મીટર પહોળા રોડ ની દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે.અગત્યના ગણાતાં બંને રસ્તા ના ખાતમુહૂર્ત પ્રસંગે તાપી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઈજનેર નિખિલ પંચાલે રૂપરેખા આપતા જણાવ્યું હતું કે ભાણપુર ગામે રૂા.45 લાખ અને ઉખલદા ગામે રૂા.90 લાખ મળીને કુલ રૂા.1.35 કરોડ ના ખર્ચે ગ્રામજનો માટે આંતરિક રસ્તાઓ તૈયાર થશે.આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અર્જુન ભાઇ ચૌધરી, જિગ્નેશ ભાઈ દોણવાલા,નાયબ કાર્યપાલક ઈજનેર પંચાયત તરૂણ ભાઈ ચૌધરી,તાલુકા સભ્ય હસમુખભાઈ,લાયઝન ઓફિસર નીતીશકુમાર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.