તપાસ:ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન પાસે કેનાલમાં અજાણ્યાની લાશ મળી

સોનગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇને જાણકારી હોય તો પોલીસને જાણ કરવા જણાવાયું

ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનના પંપ હાઉસ પાસેથી પસાર થતી ઉકાઇ ડાબા કાંઠા કેનાલના પાણીમાંથી અંદાજિત 50 વર્ષીય અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર ઉકાઇ થર્મલના પંપ હાઉસ પાસે ફરજ બજાવતાં સિક્યુરિટી સ્ટાફને ઉકાઈ ડાબા કાંઠા કેનાલના પાણીમાં એક અજાણ્યા પુરુષની લાશ જોવા મળતાં તેમણે ઉકાઈ પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી લાશને પાણીમાંથી બહાર કઢાવી તેની ઓળખ કરવા પ્રયત્ન કર્યા હતાં પરંતુ તેની ઓળખ થાય એવા કોઈ ચિહ્ન મળ્યા ન હતાં.

આ અંદાજિત 50 વર્ષીય ઈસમ કે જેના નામ ઠામ ની ખબર નથી તે કોઈક રીતે ઉકાઈ ડાબા કાંઠા કેનાલ ના પાણી માં ડૂબી ગયા બાદ મરણ પામ્યો હતો.જે અજાણ્યા ઈસમ ની લાશ મળી આવી છે તેનું વર્ણન આ મુજબ છે.તેણે શરીરે લાંબી બાયનું ઝીણી ચોકડી વાળો ટેલરના સ્ટીકર વગરનો શર્ટ તેમજ સફેદ કલરની બનીયાન પહરેલ છે અને મહેંદી કલરનો પેન્ટ પહેરેલ છે. અજાણ્યો ઇસમ શરીરે મધ્યમ બાંધાનો અને મોઢું ગોળ છે તથા ઉંચાઇ આશરે 5 ફુટ જેટલી છે. આ ઈસમ અંગે કોઈ ને જાણકારી હોય તો ઉકાઈ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...