તાપી જિલ્લા એસઓજી દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ ખાતે લૂંટ વિથ મર્ડર તથા ખૂનના ગુનામાં આજીવન કેદની સજા કાપતા અને છેલ્લા 9 વર્ષથી પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા પાકા કામના બે કેદીઓને અંકલેશ્વર ખાતેથી ઝડપી કાયદેસરની વધુ કાર્યવાહી કરવા માટે ઉત્સલ પોલીસને સોંપવામાં આવ્યા હતા
તાપી જિલ્લાના એસઓજી પીઆઈ વાય એસ શિરસાઠ દ્વારા એસઓજી ટીમને નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપી હતી. જે અંતર્ગત ટેકનિકલ સર્વ અને હુમન ઈન્ટેલિજન્સ ની બાતમી ના આધારે તાપી એસઓજીના પીઆઇ શિરસાઠ અને એ.એસ.આઇ સોમનાથ , હેકો રાજેન્દ્ર ,હે કો દાઉદ પોકો દિગ્વિજયસિંહ અને વુમન પોકો પ્રતિમા ની ટીમ બનાવી ટીમને ઈશ્વર ખાતે જઈને બે જેટલા પેરોલ જમ્પ કરી ભાગતા બે પાકા કામના કેદીઓ ઝડપી પાડ્યા હતા જેમાં ઉચ્છલ પોલીસ મથકના 302 ના ગુનાનો આરોપી અવતારસિંહ લક્ષ્મણભાઈ વસાવા રહેવાસી મોગરાણ તાલુકા ઉચ્છલ અને કામરેજ પોલીસ સ્ટેશનના 394 ,302 ગુનાના આરોપી નસરીન ઉર્ફે ગીતાબેન શ્યામલાલ મૌર્ય રહે મોગરાણ તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી મૂળ ઉત્તર પ્રદેશ અને આજીવન કેદની સજા થયેલ હતી અને તેઓને બંનેને મધ્યસ્થ જેલ લાજપોર ખાતે સજા ભોગવી રહેલા હતા.
તે દરમિયાન વર્ષ 2013માં અવતારસિંગ લક્ષ્મણ વસાવા એ 14 દિવસની ફલોનો રજા ઉપર તેમજ નસીન ઉર્ફે ગીતાબેન મોર્ય એ 30 દિવસના વચગાળાના જામીન પર છૂટેલા હતા અને તેઓ બંને રજા પૂરી કરી મધ્યસ્થ જેલ લાજપોર ખાતે હાજર થવાનો હતો.પરંતુ બંને મધ્યસ્થ જેલ લાજપોર ખાતે રજા ઉપરથી હાજર નહીં થઈ નાસી ગયા હતા અને છેલ્લા નવ વર્ષથી ભાગતા ફરતા હતા. આજરોજ તાપી એસઓજી દ્વારા અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી ખાતેથી પકડી પાડી તેમને મધ્યસ્થ જેલ મોકલવા માટે લાજપોર પોલીસ ઉચ્છલ પોલીસ ને સોંપવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.