દોડધામ:ઉકાઈ પેપર મિલના કોલસા વિભાગમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

સોનગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો કે હાલ એ વિભાગ માં શટ ડાઉન હોય જાન માલ ને કોઈ મોટું નુકસાન ન થયું

ઉકાઈ રોડ પર ગુણસદા ગામે આવેલ જે કે ગ્રુપ ની સીપીએમ પેપર મિલ ના કોલસા સંગ્રહ વિભાગ માં શનિવારે અચાનક આગ ફાટી નીકળી હતી જેથી અફરાતફરી મચી ગઇ હતી. આ આગ ના કારણે મિલ ના કામદારો માં ગભરાટ ની લાગણી ઉભી થઇ હતી.આ આગ ના બનાવ અંગે મિલ માં કાર્યરત ફાયર ના સ્ટાફ ને જાણ કરવામાં આવતાં તેઓ ફાયર ટેન્ડર અને આગ બુઝાવવા ના અન્ય સાધનો લઈ સ્થળ પર દોડી આવ્યાં હતાં.તેમણે કોલસા ડિપાર્ટમેન્ટ માં લાગેલી આગ પર પાણી નો મારો ચલાવી લઈ થોડી વાર પછી આગ પર કાબુ મેળવી લીધો હતો.

આ બનાવ વખતે જે વિભાગ માં આગ લાગી હતી તે વિભાગ માં શટ ડાઉન હોવાથી કામદારો ની હાજરી ન હતી જેથી કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાની થઈ ન હતી પણ મિલ ની મશીનરી ને નુકસાન થયું હતું.જો કે આ બનાવ ના કારણે મિલ માં કામ કરતાં કામદારો ની સલામતી અને સુરક્ષા નો મુદ્દો ચોક્કસ ચિંતા જનક બન્યો હતો.મિલ પ્રશાસન દ્વારા થોડે થોડે દિવસે મોક ડ્રિલ કરી સબ સલામત હોવાની વાત જાહેર કરવામાં આવે છે ત્યારે આવો આગ નો બનાવ કામદારો ની હાજરી માં બને ત્યારે મિલ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે તે વિષયે પણ મોક ડ્રિલ કરવાની જરૂર છે.એ સાથે જ કામદારો ને સુરક્ષા ના પૂરતા સાધનો પણ પુરા પાડવામાં આવે એ પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...