ભાસ્કર વિશેષ:ઉકાઈ ડેમના હાઇડ્રો પાવર યુનિટ દ્વારા માત્ર ઓગસ્ટ માસમાં જ 224 મિલિયન યુનિટ વીજ ઉત્પાદનનો રેકોર્ડ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓગસ્ટ 2013માં મહત્તમ 221.26 મિલિયન યુનિટ હાઇડ્રો પાવર વીજ ઉત્પાદન

દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાન તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાશય ને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થયા છે.આ વર્ષે ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પર ના હાઇડ્રો પાવર યુનિટ દ્વારા માસિક 225 મિલિયન યુનિટ વીજળી કે જેની કિંમત 7840 લાખ જેટલી થાય છે તેનું રેકર્ડ બ્રેક ઉત્પાદન મેળવવા માં આવ્યું હતું.

તાપી નદી પરની આ ઉકાઈ યોજના માંથી ખેડૂતો ને સિંચાઇ માટે અને ઔદ્યોગિક વપરાશ માટે નું પાણી પૂરું પાડવામાં આવે છે.ચાલુ વર્ષે ચોમાસા માં આવનાર પાણી ને ધ્યાને લઇ સિંચાઇ અને વીજ વિભાગ દ્વારા મહત્તમ હાઇડ્રો પાવર ઉત્પાદન માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું.વીજ વિભાગ દ્વારા ડેમ ના તમામ ચારેય હાઇડ્રો યુનિટની મરામત ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.ડેમ ના ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમ માં પાણી ની આવક વધી હતી જેથી હાઇડ્રો પાવર યુનિટ શરૂ કરી પાણી માંથી વીજ ઉત્પાદન મેળવવા નું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

સિંચાઇ વિભાગ દ્વારા ડેમ માંથી છોડવા માં આવતાં પાણી માંથી મહત્તમ વીજ ઉત્પાદન મેળવવા ની સાથે ડેમ નો રુલ લેવલ જાળવી 2 લાખ ની મર્યાદામાં જ ડેમ માંથી પાણી છોડવા માં આવ્યું હતું.ઉકાઈ ડેમ માં આ વર્ષે 3.60 લાખ ક્યુસેક પાણી ની આવક થઈ હતી અને સચોટ ગણતરી કરી પાણી ની જાવક 1.85 લાખ ક્યુસેક જેટલી મર્યાદિત રાખવામાં આવી હતી.ઉકાઈ ડેમ માંથી છોડવા માં આવતાં પાણી ને હાઇડ્રો પાવર ઉત્પાદન માં વાપરવામાં આવ્યું હતું.આ વર્ષે ઉકાઈ બંધ પર ના હાઇડ્રો પાવર યુનિટો ના માધ્યમ થી માહે ઓગસ્ટ-2022 માં કુલ 224 મિલિયન યુનિટ જેટલાં હાઇડ્રો પાવર નું મહત્તમ ઉત્પાદન કરવામાં આવ્યું હતું જે ડેમ ના બાંધકામ ના પચાસ વર્ષ માં એક રેકર્ડ છે.

આ પહેલાં માહે ઓગસ્ટ 2013 ના માસ માં મહત્તમ 221.267 મિલિયન યુનિટ હાઇડ્રો પાવર વડે વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું.રાજ્ય ના જળ સંપતિ મંત્રી ઋષિકેશભાઈ પટેલે તંત્ર ની આ સિદ્ધિ ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની દુરંદેશિતાનું પરિણામ જણાવી ને અધિકારીઓ, કર્મચારીઓ અને તમામ નાગરિકો ને આ અવસરે શુભેચ્છા પાઠવી હતી.

11,143 લાખની કિંમતનું વીજ ઉત્પાદન
આ ચોમાસા ની સિઝન દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ માસ માં ઉપરવાસ માંથી ડેમ માં પાણી ની ભરપૂર આવક થતાં મોટા પ્રમાણ માં ડેમ માંથી પાણી છોડાયું હતું અને આ પાણી દ્વારા વીજ ઉત્પાદન મેળવવા માં આવ્યું હતું. ઓગસ્ટ માસ દરમિયાન 224 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન મેળવવા માં આવ્યું હતું એ પ્રતિ યુનિટ ના રૂપિયા 3.50 ગણતાં ઓગસ્ટ માસ માં 7840 લાખ રૂપિયાની કિંમત નું વીજ ઉત્પાદન થયું હતું.આ જ પ્રમાણે આ ચોમાસું સિઝન દરમિયાન કુલ 318.38 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું છે જેની અંદાજિત કિંમત રૂપિયા 11,143 લાખ જેટલી છે.

કુલ 305 મેગાવોટ ના છ હાઇડ્રો યુનિટ
ઉકાઈ ડેમ ના મુખ્ય બંધ વિસ્તાર ના હેઠવાસ માં 75 મેગાવોટ ના એક એવાં ચાર હાઇડ્રો પાવર યુનિટ આવેલાં છે જ્યારે જમણાં કાંઠા નહેર ના હેડ રેગ્યુલેટર પાસે 2.5 મેગાવોટ ના બે હાઇડ્રો યુનિટ આવેલા છે.આમ કુલ છ યુનિટ ના માધ્યમ થી ડેમ માંથી છોડવા માં આવતાં પાણી માંથી કુલ 305 મેગાવોટ વીજળી નું ઉત્પાદન મેળવવા માં આવે છે. વીજ વિભાગ દ્વારા આ યુનિટો નું સંચાલન સિંચાઇ વિભાગ ની સાથે સંકલન માં રહી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...