ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે પર ટોકરવા ગામની સીમમાં રોડ નજીક થઈ પગપાળા પસાર થતી બે મહિલા ને એક બાઈક ચાલકે પાછળ થી ટક્કર મારી અડફેટે લઈ લીધા હતા.આ બનાવમાં એક મહિલા ને માથા ના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સુરત લઈ જવામાં આવ્યા હતા.
ઉચ્છલ તાલુકાના ટોકરવા મોટા ફળિયામાં રહેતાં પરમિલા બહેન અનિલ ભાઈ વસાવા મજૂરી કામ કરે છે અને પતિ તથા બાળકો સાથે ઉપરોક્ત સ્થળે વસવાટ કરે છે.પરમિલા બહેન ગત 11 મી એપ્રિલે વહેલી સવારે પડોશ માં રહેતાં રમીલા બહેન કાંતિલાલ વસાવા સાથે જંગલ તરફ કુદરતી હાજતે ગયા હતા.
તેઓ સવારે લગભગ 6.30 કલાક ના સમયે રોડ નજીક થી પગપાળા પોતાના ઘરે આવવા માટે નીકળ્યા હતા.આ સમયે પાછળ થી આવેલા એક હોન્ડા યુનિકોન બાઈક નંબર GJ-26-AA-6640 ના ચાલક નિતેશ યશવંતભાઈ વળવી રહે.વડલી તા.નિઝરે પોતાની બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પગપાળા જતી બંને મહિલા ને પાછળ થી ટક્કર મારતા તેઓ રોડ પર ફેંકાઈ ગયા હતા. આ અકસ્માત અંગે લોકો ને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવી બંને ઇજાગ્રસ્ત મહિલા ને 108 વાન ની મદદ થી સારવાર અર્થે ઉચ્છલ સરકારી દવાખાને મોકલી હતી.
જ્યાં ફરિયાદી મહિલા પરમિલા બહેન વસાવા (35)ને માત્ર પગ માં,ઘૂંટણ માં અને શરીરે મૂઢ માર લાગ્યો હોય તેમને સારવાર આપી રજા આપવામાં આવી હતી.જ્યારે રમીલા બહેન વસાવા (40) ને માથામાં,હાથ અને પગ માં ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર માટે વ્યારા ખસેડવામાં આવ્યા હતા.જોકે રમીલા બહેન ને માથા માં હેમરેજ સાથે ની ગંભીર ઇજા થઈ હોવા થી સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.