કેદી ફરાર:હત્યાના ગુનાનો કેદી જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર

સોનગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાજપોરમાં આજીવન કેદની સજા ભોગવતો હતો

સોનગઢ પોલીસ મથકે ગત સને 2017 માં નોંધાયેલા ગુનાના આરોપીને આજીવન કેદની સજા થતાં તેને લાજપોર જેલ મોકલવામાં આવ્યો હતો.આ આરોપી હાઈકોર્ટ માંથી 10 દિવસના વચગાળાના જામીન મેળવી બાદમાં ફરાર થઈ જતાં જેલરે એ કેદી સામે ફરિયાદ નોંધાવી હતી.

મળેલી વિગત પ્રમાણે મૂળ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે રહેતો યાકુબ ચંદુ ભાઈ ગામીત સામે ગત 2017 ના વર્ષ માં સોનગઢ પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ થયો હતો અને પોલીસે તેની આ ગુનામાં ધરપકડ કરી તેની સામે સેશન્સ કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરી હતી.યાકુબ ગામીત સામે કોર્ટમાં કેસ ચાલી જતાં ગત તા. 11/4/19 ના રોજ નામદાર જજે તેને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. એ પછી સોનગઢ પોલીસે તેને આજીવન કેદ ની સજા ભોગવવા માટે લાજપોર જેલ મોકલી આપ્યો હતો.

લાજપોર જેલમાં બંધ પાકા કામના આ કેદી યાકુબ ગામિતે જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટ માં અપીલ કરી હતી અને એ આધારે હાઈકોર્ટ દ્વારા કેદી યાકુબ ગામીતના દસ દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યાં હતા, જેથી લાજપોર જેલના સ્ટાફ દ્વારા ગત 21/10/22ના રોજ તેને ચાંપાવાડી ખાતે મુક્ત કરવામાં આવ્યો હતો.

આ કેદીને દસ દિવસ પછી 1/11/22 ના રોજ ફરીથી લાજપોર જેલ ખાતે હાજર થવાનું હતું પણ તે પેરોલ જમ્પ કરી નાસી ગયો હતો. આ અંગે લાજપોરના પોલીસ સ્ટાફ દ્વારા તાપી પોલીસ વડા અને સોનગઢ તથા વ્યારાના પોલીસ ઇન્સ્પેક્ટરોને સદર કેદીને ઝડપી પાડવા જાણ કરવામાં આવી હતી પણ તે મળી આવેલ ન હતો. આ બાબતે લાજપોર જેલના જેલર આર એસ કુડેચાએ સુરતના સચિન પોલીસ મથકે પાકા કામના કેદી સામે ફરિયાદ લખાવતાં આ ફરિયાદના કાગળો સોનગઢ પોલીસ મથકે મોકલવામાં આવ્યા હતા. સોનગઢ પોલીસે ભાગી ગયેલા કેદી યાકુબ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...